Page Views: 10429

જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું બનશે વધુ સરળ

જીએસટી રિટર્ન ફાઇલિંગનું નવું ઇન્ટરફેસ ૨૨ ઓકટોબરે રિલિઝ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૪:

જીએસટી નેટવર્ક દ્વારા જીએસટી રિટર્ન ફાઇલિંગનું નવું ઇન્ટરફેસ ૨૨ ઓકટોબરે રિલિઝ કરવામાં આવશે. ત્યારબાદ જીએસટી રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા વધારે સરળ બની જશે. જીએસટી નેટવર્કના CEO પ્રકાશ કુમારે કહ્યું કે 'જીએસટી રિટર્ન ફાઇલિંગ ઇન્ટરફેસ માટે વર્જન-૨માં વધારે સલાહોનું ધ્યાન રખાયું છે.

આ મહિનાની ૨૨મી તારીખે તેનું ત્રીજું વર્ઝન લોન્ચ કરવામાં આવશે.' જીએસટી નેટવર્ક કેન્દ્ર, રાજય સરકારો અને ટેકસપેયર્સ તેમજ અન્ય સ્ટેકહોલ્ડર્સ માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.

કુમારના જણાવ્યા પ્રમાણે વસ્તુ અને સેવા કર લાગ થયા પછી ટેકસ રિટર્ન ફાઇલ કરવું પહેલાથી સરળ થયું છે. જીએસટી લાગુ થયા પહેલા ૧૭ કેન્દ્ર અને રાજયોમાં કાયદા અંતર્ગત ૪૯૫ ફોર્મ્સ હતા. અત્યારે તે દ્યટીને માત્ર ૧૨ ફોર્મ થયા છે. તેમણે કહ્યું કે, ઇનડાયરેકટ ટેકસ એડમિનિસ્ટ્રેશન હવે ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ પાસેથી પણ ડેટા શેર કરે છે.

આનાથી ટેકસ ચોરી ઉપર લગામ લગાવવમાં મદદ મળશે. તેમણે કહ્યું કે ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ ટર્નઓવરની રેન્જ વિશે તપાસ કરે છે. ટેકસ પેયર્સના બધા ડેટા શઙ્ખર કરવામાં નથી આવતા. તેમણે કહ્યું કે અત્યારના સમયમાં ૧.૨૩ કરોડ રજિસ્ટર્ડ જીએસટી ટેકસપેયર્સ છે.

જીએસટી કાઉન્સિલના સ્પેશિયલ સેક્રેટરી રાજીવ રંજને કહ્યું કે જીએસટી લાગુ થયા પછી અનેક બિઝનેસને લોજિસ્ટિકસ ખર્ચ ઓછી કરવામાં મદદ મળી છે. આ સાથે જીએસટી દરોમાં અનેક વખત કાપ મુકયા પછી વસ્તુઓની કિંમતો પણ ઓછી થઇ છે. આનાથી મોંઘવારી ઉપર પણ લગામ લગાવવામાં મદદ મળી છે.