Page Views: 12324

પરિક્ષા રદ્દ થતા ઉમેદવારોમાં ઉગ્રરોષ : ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફીસ બહાર ધારણા

વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત : આગામી ૧ મહિનામાં પરિક્ષાની નવી જાહેરાત કરાશે

ગાંધીનગર-14-10-2019

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી બિનસચિવાલયની પરીક્ષા રદ થતા ફરી એકવાર ભરતી વિભાગ ફરી ચર્ચામાં છે. પહેલા પેપરલીક મામલે ને હવે બિનસચિવાલયની પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ રદ કરાતા ૧૦ લાખ ૪૫ હજાર યુવાનોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. જો કે આ વખતે નોકરી મળવાની લાલચે દિવસ રાત મહેનત કરતાં વિદ્યાર્થી ખુલીને સામે આવ્યા છે. પરીક્ષા રદ થતા મોટી સંખ્યામાં યુવાનો આજે ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા. જેણે કારણે કર્મચારીઓ ઓફીસ બહાર તાળા મારવાની જરૂર પડી હતી. તેઓએ ચીમકી ઉચ્ચારી કે બે દિવસમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવી જો નહીં કરે તો તેઓ મોટું આંદોલન કરશે. જયારે વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી ૧ મહિનામાં પરિક્ષાની નવી જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે.

બિનસચિવાલયની પરીક્ષા તારીખ ૨૦ ઓક્ટોબરના રોજ લેવાનાર હતી.જો કે પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી, એટલું જ નહીં આ પરીક્ષા કેમ રદ કરવામાં આવી એ કારણ પણ જણાવવામાં આવ્યું નથી, મીડિયા દ્વારા નેતાઓને જ્યારે આ અંગે સવાલો કરવામાં આવ્યો તો તેઓને જાણે કે ચૂંટણીમાં જ રસ હોય એમ એકબીજા પક્ષો પર પ્રહારો કર્યા અને આડી આડી વાતો કરી યોગ્ય કારણ જણાવ્યું નહીં. અચાનક પરીક્ષા રદ થતા મોટી સંખ્યામાં યુવાનોને ઘણો આઘાત લાગ્યો હતો. આ પહેલા પણ જ્યારે કોન્સ્ટેબલનું પેપર લીક થયું હતું ત્યારે રાજ્યના યુવાનો કળવો ઘુંટ પી ગયા હતા. પરંતુ ફરીએક વાર તેમની મહેનત પર પાણી ફળી વળશે તેવું જાણવા મળતાં જ તેમનામાં રોષ ફાટી નીકળ્યો છે.

જેથી આજે સવારે ઉમેદવારોએ પોતાનો રોષ ઠાલવવા માટે ગાંધીનગર પહોંચી ગયા હતા. અહીં તેઓએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ ખાતે ઓફિસ બહાર ધરણા કર્યા હતા. તેઓએ સૂત્રોચ્ચાર કરતાં કહ્યું હતું કે પરીક્ષા કેમ રદ કરવામાં આવી તે જણાવવામાં આવે તથા તાત્કાલિક નવી તારીખો જાહેર કરવામાં આવે. જયારે વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી ૧ મહિનામાં પરિક્ષાની નવી જાહેરાત આવશે તેવું સરકાર દ્વારા કહેવમાં આવ્યું છે. હાલની ૩૫૦૦ જેટલી જગ્યામાં વધારો કરવામાં આવશે અને અંદાજે ૪૫૦૦ જેટલી નવી ભરતી સરકાર દ્વારા કરાશે.