Page Views: 8496

શાળામાં બાઈક કે મોપેડ લાવતા વિદ્યાર્થીઓ અને તેને વાહન આપતા વાલીઓ સામે થશે કાર્યવાહી

સુરત પોલીસની નવા મોટર વિહિકલ એક્ટ અંતર્ગત ઝુંબેશ : શાળાઓને નોટીસ અપાઈ

સુરત-14-10-2019

નવા અમલી બનેલા મોટર વિહિકલ એક્ટને લઈને નિયમ તોડવા બદલ લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે. જયારે કેટલાક લોકો દ્વારા હજુ પણ આ નિયમને માનવામાં આવી રહ્યો નથી. અને નિયમ દોડવામાં આવી રહ્યા છે. જેથી સુરત પોલીસ દ્વારા એક ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેથી ફરી આ નિયમ ચર્ચાનો વિષય બન્યો છે.

સુરતમાં આ નવા અમલી બનેલા ટ્રાફિકના નિયમોનો કડકાઇપૂર્વક અમલ કરવામાં આવતો હોવા છતાંય વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નિયમો તોડતા જોવા મળે છે. આથી શહેર પોલીસ કમિશ્નરના આદેશ ને લઈને આ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ ટ્રાફિક ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કડક અમલીકરણ પૂર્વે શાળાઓમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આગામી બુધવારથી શાળાએ બાઈક કે મોપેડ લઈને આવતા તમામ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે. જે વિદ્યાર્થીઓ પાસે લાઇસન્સ નથી. તેવા વિદ્યાર્થીઓને વાહન ચલાવવા આપવા બદલ તેના વાલીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત જે લોકો પાસે લાઇસન્સ નથી તેવા લોકોને પણ વાહન ચલાવવા આપનાર વાહન માલિક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસે આ મામેલ સંબધિત શાળાઓને નોટિસો આપવાની પણ શરૂઆત કરી છે અને આગામી બુધવારથી આ અંગે વિશેષ ઝૂંબેશ ચલાવવામાં આવશે.