Page Views: 44897

કતારગામ સમસ્ત પાટીદાર સમાજની વાડીનું ભાડું ઘટાડવાની માંગણી સાથે પ્રતિક ઉપવાસ

જો વાડીનું ભાડું ઓછું કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ધરણા પર બેઠેલા લોકોએ ચિમકી ઉચ્ચારી

સુરત-12-10-2019

સુરતમાં વસતા પાટીદાર સમાજ દ્વારા સામાજિક કામોને અનુલક્ષીને વિવિધ સ્થળો પર સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા વાડી તૈયાર કરવામાં આવી છે. જેમાં કતારગામ આંબાતલાવડી ખાતે આવેલ પટેલ સમાજની વાડી આ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જ્યાં વર્ષોથી લગ્ન પ્રસંગથી માંડીને તમામ સામાજિક કર્યો થાય છે. જયારે ટ્રસ્ટ દ્વારા આ વાડીનું ભાડું એટલું વધારી દેવામાં આવ્યું છે. જયારે સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. જયારે સમાજના નામે બનેલી વાડી માત્રને માત્ર કમાણી કરવાનું સાધન બની ગયું હોવાના આક્ષેપને સાથે સમાજના લોકો આજે એક દિવસીય પ્રતિક ધારણા પણ બેઠા હતા.

કતારગામ આંબાતલાવડી ખાતે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આજે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી ગોપાલભાઈ ચમારડી અને પાટીદાર સમાજના લોકો દ્વારા સમાજની વાડીના ભાડામાં વ્યાજબી ઘટાડાની માંગ સાથે એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. આ સાથે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સમાજના નામે બનેલી આ વાડી હવે માત્રને માત્ર કમાણી કરવાનું સાધન બની ગયું છે. સમાજના આર્થિક રીતે નબળા પરિવારો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે, આ વાડીનું ભાડુ ઓછું કરવામાં આવે જેથી કરીને સમાજનાં તમામ લોકો તેનો લાભ લઇ શકે પણ વાડીના ટ્રસ્ટીઓએ મચક આપી ન હોતી. તેમજ જો  વાડીનું ભાડું ઓછું કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં  ઉગ્ર આંદોલન કરવાની ધરણા પર બેઠેલા લોકોએ ચિમકી ઉચ્ચારી છે.