Page Views: 16979

૧૦ હજાર જેટલા રત્નકલાકારોએ પરિચય કાર્ડ મેળવ્યા

જીએસટી દર ઘટાડવાના પ્રયાસ બદલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું અભિવાદન કરાશે

સુરત-12-10-2019

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા રત્નકલાકારો માટે કરવામાં આવેલ વિવિધ આયોજન અને અગત્યના પ્રયાસો તથા તેમના પરિણામોની જાણકારી આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. જેમાં એસોસીએશનના પ્રમુખ બાબુભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં હીરા ઉદ્યોગ પર લેવામાં આવતા જીએસટીનો દર ઘટાડવામાં આવ્યો છે. જે દર પહેલા ૫ ટકા જેટલો હતો. જે ઘટાડીને ૧.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. જે અંગેની રજૂઆત કરવામાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખુબજ પ્રયાસ કર્યા હતા. જેથી એસોસીએશન દ્વારા આગામી ૧૪મી તારીખે નાયબ મુખ્યમંત્રીનું સુરતમાં અભિવાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

:::::દિવાળીના તહેવારમાં એસ.ટી વિભાગ સામાન્ય ભાડા લેશે::::::

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે. જયારે હીરાઉદ્યોગમાં પણ સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા ખુબજ મોટા પ્રમાણમાં છે. હીરામાં મંદીનો માહોલ હોયને રત્નકલાકારોને પ્રવાસના ભાડામાં રહેત મળી રહે તે માટે રાજ્ય કેબીનેટ મંત્રી આર.સી ફળદુ અને ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ ગુજરાત એસ.ટી વિભાગને જરૂરી રજૂઆત કરી હતી. જે બાદ એસ.ટી વિભાગ દ્વારા આ દિવાળીના તહેવાર દરમિયાન આગામી તારીખ ૨૨ થી ૨૭ ઓક્ટોમ્બરના રોજ જે બસ દોડાવવામાં આવશે તેમાં લેવામાં આવતા વધારાના ભાડાને ન લઈને સામાન્ય ભાડું લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓને ભાડામાં સરળતા રહશે.

:::::૧૦ હજાર જેટલા રત્નકલાકારોએ પરિચય કાર્ડ મેળવ્યા:::::

પરિચય કાર્ડની વિગત આપતા પ્રમુખે જણાવ્યું હતું કે જયારે સુરત ડાયમંડ એસોસીએશન અને જીજેઈપીસી દ્વારા રત્નકલાકારોની માહિતી એકત્ર કરવાના હેતુથી પરિચય કાર્ડ શરુ કરવામાં આવ્યું છે. આ કાર્ડ થકી સુરતમાં વસતા રત્નકલાકારોની માહિતી એકત્ર થઇ શકશે. તેમજ જે રત્નકલાકાર મેડીકલેઇમ વીમો લેવા માંગતો હોય તો તે વીમો પણ લઇ શકશે. જેમાં વિમાની રકમ ૭૫ ટકા જીજેઈપીસી ચૂકવશે. અને ૨૫ ટકા રત્નકલાકાર ચૂકવશે. સુરતની તમામ મોટા કારખાનાઓમાં આ કાર્ડના ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે. જેમાંથી ૧૦ હજાર જેટલા ફોર્મ ભરાઈ ગયા છે. જયારે હાલ પણ ભરવામાં આવી રહ્યા છે.