Page Views: 19863

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના સમર્થનમાં સુરતમાં પદયાત્રા યોજાશે

શહેરના જાણીતા ડોક્ટરો, વકીલો, ચાર્ટર એકાઉન્ટન્ટ સહિતના અગ્રણીઓ શનિવારે સવારે સાત વાગ્યાના સુમારે સમર્થન પદયાત્રામાં જોડાશે

સુરત-9-10-2019

 

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબુદ કરવામાં આવી છે જેના કારણે સમગ્ર દેશના લોકોમાં એક પ્રકારનો જોમ જોવા મળે છે. ખાસ કરીને દેશને એક કરવા માટે જે પગલુ લેવાયુ છે તેનો લોકોમાં આનંદ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. જેના સમર્થનમાં શહેરના સમર્થન ગ્રુપ દ્વારા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સવારે 7 કલાકે પદયાત્રાનું આયોજન કરાયું છે. કારગીલ ચોકથી Y જંકશન અને પરત કારગીલ ચોક સુધી કરવામાં આવ્યું છે.આ પદયાત્રા અંગે વિગતો આપતા કેશવી આંખની હોસ્પિટલના સંચાલક ડો. મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, આ યાત્રામાં તબીબો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટ્સ અને વેપારીઓ સહિત વિદ્યાર્થીઓ જોડાશે.NGOની ટીમો પણ આ પદયાત્રામાં જોડાશે.5 હજાર લોકો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું.અંદાજિત 10 હજાર લોકો આ પદયાત્રામાં જોડાશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 10 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીર ટુરિસ્ટ માટે ખુલ્લું મુકવામાં આવવાનું છે. પ્રવાસીઓના સમર્થનમાં સમર્થન ગ્રુપ આવ્યું છે.કાશમીરી લોકોને રોજગારી ની તક મળશે તેવો આશાવાદ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મજુરાગેટ શંખેશ્વર કોમ્પલેક્સ ખાતે પ્રેકટીસ કરતા શહેરના જાણીતા સાઇક્યાટ્રીક્સ ડો. મુકુલ ચોકસીએ જણાવ્યું હતું કે, અમારૂ આ સંગઠન કોઇ રાજકીય સંગઠન નથી પરંતુ રાષ્ટ્રમાં થતી સારી પ્રવૃત્તિનો સંદેશો દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે અને લોકોમાં જાગૃકતા લાવવા માટેનો છે. આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇ, ઉપ પ્રમુખ દિનેશભાઇ નાવડિયા, સામાજીક અગ્રણી મહેન્દ્રભાઇ કતારગામવાળા, ઇલ્યાસભાઇ રેલવેવાલા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.