Page Views: 6868

તંત્ર અને વાલીઓ ઘોર નિંદ્રામાં : સ્કુલ વાનમાં ઘેટા-બકરાની જેમ બાળકો ભરેલ વિડીયો વાયરલ

કોઈ મોટી દુર્ઘટના બને તેની તંત્ર અને લોકો બંને રાહ જોઉં રહ્યા છે

સુરત-૦૯-૧૦-૨૦૧૯

સામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકોને રીક્ષા અથવા વાનમાં સ્કૂલે મોકલી સમયની બચતની સાથે બાળકોને સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. જોકે તેમાં બાળક કેટલું સલામત છે તે કદી વિચારતા નથી. જયારે થોડા દિવસ પહેલા રિક્ષામાંથી વીસ-વીસ બાળકો નીકળવાની ઘટના સામે આવી હતી. તેમ છતાં કોઈ સુધારો ન હોય ઘટા-બકરાની જેમ ભરીને બાળકોને લઇ જવામાં આવતો સ્કૂલ વાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાન ચાલકો હજુ પણ નિયમોની એસી-તેસી કરી રહ્યા હોવાનો આ વિડીયો પૂરાવો આપે છે.
સુરતમાં સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષામાં બાળકોને ઘેટા બકરાંની જેમ ભરીને લઇ જવું જાણે વાહન ચાલકો અને વાલીઓ માટે સમાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જયારે નાની નાની વાતોમાં જાગરૂકતા દાખવવી, વિરોધ કરવો અને વિવિધ રેકોર્ડ કરવામાં આવળ પડતા સુરતના જ લોકો અને તેમાં પણ ખાસ વાલીઓ જાણે પોતાના જ બાળકોને ભણવા માટે નહિ પરંતુ મારવા માટે મોકલતા હોય તેવી બેદરકારી દાખવી રહ્યા છે. જયારે સ્કુલ વાન અને રિક્ષા ચાલકો પણ પોતાનો ધંધો ચાલતો હોવાથી પોતાની કોઈ જવાબદારી ન હોય તેમ પોતે પણ બે જવાબદાર બની ગયા છે. તેમજ સરકારના મોટર વિહિકલ એક્ટના પૈસા ઉઘરાવતા આ ટ્રાફિક પોલીસ અને આરટીઓ અધિકારીઓ પણ એક વાર અભિયાન ચલાવ્યા બાદ મોટી ઘટના બને તેની રાહ જોઇને બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

સ્કુલ વાન કે રિક્ષાની કેપેસીટી કરતા વધારે બાળકોને ઘેટા-બકરાની જેમ બેસાડી સ્કુલે લઇ જવામાં આવતો હોવાનો એક સ્કુલ વાનનો વિડીયો વાયરલ થયો છે. સુરત પાર્સિંગની આ વાન સુરતના ઉધના પાંડેસરા કે લિંબાયત વિસ્તારની હોવાનું માનવામાં આવે છે. જયારે આ વાનમાં બાળકો વધુ હોવાને લઈને સ્થાનિક લોકો દ્વારા આ વાનને અટકવામાં આવી હતી અને લોકોએ ડાઈવરનો ઉધડો લીધો હતો. તેમજ વાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હવે જયારે આ મામલે તંત્ર કે પોલીસ પોતાની ઊંઘમાંથી જાગે અને આગામી દિવસોમાં તપાસ બાદ દંડની કાર્યવાહી કરે તો નવાઈની વાત નથી.

ઉલ્લેખનીય છે કે સ્કુલ વાનમાં અને રિક્ષામાં વધારે બાળકો લઇ જવા બદલ પોલીસે કાર્યવાહી કરતા વાન અને રીક્ષા ચાલકો દ્વારા હડતાળ કરવા આવી હતી. અને પોતાને ઓછા બાળકો લઈ જાય તો પોસાતું નથી. ત્યારબાદ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ ભાડામાં વધારો કર્યા બાદ પણ કમાણી કરવાની લાહ્યમાં સ્કૂલ વાન ચાલકો બાળકો વધુ ભરીને ભૂલકાઓનો જીવ જોખમમાં નાખી રહ્યા છે.