Page Views: 8030

'ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા' બનશે તો ભારત હરિયાળું ને પ્રદુષણ મૂક્ત બનશે

ગુજરાત થી લઇ દિલ્હી-હરિયાણાની સરહદ સુધી ૧૪૦૦ કિલોમીટર લાંબી હશે 'ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા'

નવી દિલ્હી-09-10-2019

કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણના સંરક્ષણ અને હરિત ક્ષેત્રને વધારવા માટે ૧૪૦૦ કિલોમીટર લાંબી 'ગ્રીન વોલ' તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકામાં પણ આજ પ્રકારે એક ગ્રીન વોલ તૈયાર કરવામાં આવી છે. જે આફ્રિકામાં કલાઇમેટ ચેન્જ અને વધતા રણને ઉકેલવા માટે હરિયાળી પટ્ટીને તૈયાર કરાય છે. તેને 'ગ્રીન વોલ ઓફ સહારા'પણ કહેવાય છે.

આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધી બનેલા એક હરિયાળી પટ્ટીની જેમ જ ગુજરાત થી લઇ દિલ્હી-હરિયાણાની સરહદ સુધી 'ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા'ને વિકસિત કરાશે. તેની લંબાઇ ૧૪૦૦ કિલોમીટર જયારે આ ૫ કિલોમીટર પહોળાઇમાં હશે. હાલ આ વિચાર શરૂઆતના તબક્કામાં છે. આ પ્રોજેકટ પર મ્હોર લાગશે. તો ભવિષ્યમાં આ પ્રોજેક્ટ ભારતમાં વધતા પ્રદુષણને નાથવામાં એક અસરકાર અંગ સાબિત થશે.

પોરબંદરથી લઇ પાનીપત સુધી બનનાર ગ્રીન બેલ્ટથી ઘટતા વનક્ષેત્રમાં વધારો થશે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી લઇ દિલ્હી સુધી ફેલાયેલ અરવલ્લીની પર્વતમાળાઓમાં ઘટતા હરિયણાળીના સંકટનો પણ ઘટાડો કરી શકાશે. એટલું જ નહીં પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણથી દિલ્હી સુધી ઉડનારી ધૂળને પણ રોકી શકાશે.

ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં 'ગ્રેટ ગ્રીન વોલ' પર અંદાજે એક દાયકા પહેલાં કામ શરૂ થયું હતું. જો કે કેટલાંય દેશોની ભાગીદારી હોવી અને તેની અલગ-અલગ કાર્યપ્રણાલીના લીધે હજુ પણ તે હકીકતમાં બદલાય શકયું નથી. ભારત સરકાર આ આઇડિયાને ૨૦૩૦ સુધીમાં રાષ્ટ્રીય પ્રાથમિકતામાં રાખીને જમીન પર ઉતારવાનું વિચારી રહી છે. તેના અંતર્ગત ૨૬ મિલિયન હેકટ જમીનને પ્રદૂષણ મુકત કરવાનો લક્ષ્ય છે.