Page Views: 43912

ધંધામાં ખોટું નહીં કરતા હોવાના ગાણા ગાતા કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓ મા કાર્ડ કૌભાંડમાં ફિક્સમાં મુકાયા

આરોગ્ય સચિવ દ્વારા સમગ્ર પ્રકરણની તળિયા ઝાટક તપાસના હુકમો આપતા હવે તમામ હકિકતો જાહેર થશે

 

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા-મો-9173532179)

કિરણ હોસ્પિટલના સંચાલકો દ્વારા આયુષ્યમાન ભારત, મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનામાં મોટુ કૌભાંડ આચરી અને સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. આ વાત જ્યારે રાજ્યના આરોગ્ય કમિશનરના ધ્યાન પર આવી ત્યારે તેમણે તાત્કાલિક અસરથી કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને આ તમામ યોજનામાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરી દીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઇ છે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના હજારો દર્દીઓના ગલા લુંછીને રીતસર રૂપિયા ઉસેટી લેનારા હોસ્પિટલના સંચાલકો સામે ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. કિરણ હોસ્પિટલના સંચાલકો અને કેટલાક ટ્રસ્ટીઓ સમાજના જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ પરથી એવા નિવેદનો આપે છે કે, અમે ધંધામાં ક્યારેય ખોટું કરતા નથી માત્ર નીતિ રાખીને જ વેપાર કરીએ છે. પરંતુ કિરણ હોસ્પિટલના આ જ ટ્રસ્ટીઓ અને સંચાલકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની આંખમાં ધૂળ નાંખીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે ત્યારે હવે આવા નિવેદનો કરનારાઓની નૈતિકતા ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જાહેર મંચ પરથી નીતિની વાતો કરતા આ સંચાલકો અને ટ્રસ્ટીઓ હવે ફિક્સમાં મુકાઇ ગયા છે અને તેમને પણ પ્રજાને જવાબ આપવો પડશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

ઃઃઃઆરોગ્ય સચિવ દ્વારા તપાસના આદેશો અપાયા

કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આચરવામાં આવેલા કૌભાંડની વિગતો જાહેર થયા બાદ આરોગ્ય કમિશનર ગાંધીનગર દ્વારા પ્રથમ તો આ હોસ્પિટલનું યોજના અંતર્ગતનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે. ઉપરાંત હવે તેમના દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણની વિગતો જાહેર થશે તેમજ તમામની આ મામલે જવાબદારી ફિક્સ કરવામાં આવશે.