Page Views: 2524267

મા અને આરોગ્ય યોજનામાં કૌભાંડ કરનાર મથુર સવાણીની કિરણ હોસ્પિટલના ક્લેઇમનું લાયસન્સ સસ્પેન્ડ

ગરીબોની સેવાના નામે ચાલતા વેપલામાં સંચાલક મથુર સવાણી સહિતનાઓએ દર્દીઓ પાસેથી રૂપિયા લેવા ઉપરાંત સરકારી યોજનાનો લાભ લઇને પણ લાખો રૂપિયા ઉસેટી લેતા આરોગ્ય કમિશનર દ્વારા કડક નિર્ણય લઇ તપાસના આદેસ અપાયા – જો આર્થિક કૌભાંડ થયું હશે તો સરકાર સાથેની છેતરપિંડી અંતર્ગત ક્રિમિનલ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા-મોબાઇલ નંબર- 9173532179)

ગરીબોના મસીહા બનીને હોસ્પિટલ ચાલુ કરનારા કિરણ હોસ્પિટલના સંચાલકોને રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા સણસણતો તમાચો મારવામાં આવ્યો છે. કતારગામ ખાતે આવેલી કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે છેલ્લા બે ત્રણ વર્ષથી રાજ્ય સરકાની આરોગ્ય અંગેની મા યોજના અંતર્ગત તેમજ વડા પ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવેલી એબીપીએમજેએવાય (અખિલ ભારતીય પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત જે કોઇ દર્દીઓ કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ થતા હતા તેમની પાસેથી હોસ્પિટલ દ્વારા ચાર્જ લેવામાં આવતો હતો. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પણ આવા દર્દીઓના ક્લેઇમ પાસ કરાવીને સરકારી તિજોરીમાંથી પણ રૂપિયા ઉસેટી લેવામાં આવતા હતા. આ અંગે હોસ્પિટલની છેતરપિંડીનો ભોગ બનેલા સંખ્યાબંધ લોકો દ્વારા રાજ્યના આરોગ્ય કમિશનરને લેખીત ફરિયાદો કરવામાં આવી હતી. જે અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર કૌભાંડમાં કિરણ હોસ્પિટલના સંચાલકોની ભુંડી ભૂમિકા હોવાનું જણાતા આજ રોજ રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા એક લેખીત આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં જણાવ્યા પ્રમાણે, આજ રોજ તારીખ 8-10-2019ના રોજ થી જ સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે દાખલ થતા દર્દીઓને રાજ્ય સરકારની મા યોજના અને અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો આર્થિક લાભ આપવામાં આવશે નહીં. ટુંકમાં આજથી આ યોજના માટે કિરણ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેમજ સમગ્ર પ્રકરણની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ પત્ર કિરણ હોસ્પિટલને મોકલી દેવામાં આવ્યો છે અને તેમાં ડો.એમ ડી સુખનંદાનીની સહી છે. સાથો સાથ કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને સસ્પેન્ડ કરવા અંગેનો પત્ર કોડ સોલ્યુસન પ્રા.લી. મેનેજર ગાંધીનગર તેમજ સીડીએચઓ સુરત સહિત પી ઓ ક્લેઇમ એસએચએ એબી પીએમજેએવાય એન્ડ એમ એ ગાંધીનગરને પણ પત્ર મોકલવામાં આવ્યો છે.

((()))) કરોડો રૂપિયા ઉસેટી લેનારા હોસ્પિટલના સંચાલકો સામે રાજ્ય સરકાર ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી શકે છે

ગરીબોની સેવાના નામે લાખો રૂપિયા ઉસેટી લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની તિજોરી તળિયા ઝાટક કરનારા કિરણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સંચાલકોનું કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કિરણ હોસ્પિટલ દ્વારા આ બન્ને યોજનામાં ક્લેઇમ કરીને કેટલી રકમ ઉસેટવામાં આવી છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જે દર્દીઓ પાસેથી હોસ્પિટલના સંચાલકોએ રૂપિયા ઉસેટ્યા છે તેમને પણ વ્યક્તિગત રીતે બોલાવીને તેમના નિવેદનો લેવામાં આવવાના છે. ઉપરાંત જો આવશ્યકતા જણાશે તો આવનારા દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતે ચુકવેલી રકમ પરત મેળવવા માટે લડત આપશે ઉપરાંત હોસ્પિટલના સંચાલનનો ભાર લઇને ફરતા સંચાલકો સામે ક્રિમિનલ કેસ અંતર્ગત કાર્યવાહી પણ કરી શકે છે એવુ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

((())) ગરીબોના નામે રૂપિયા ઉસેટનારા મથુર માધા સવાણીનો ખેલ ખુલ્લો પડી ગયો

પદ્મ શ્રી જેવો એવોર્ડ મેળવનારા મથુર માધા સવાણી નામના કતારગામ વિસ્તારના આ અભણ સંચાલકે માત્રને માત્ર પોતાની કુનેહથી આખી જિંદગી વડા પ્રધાન તેમજ મુખ્યમંત્રીની જી હજુરી કરી છે. મુખ્યમંત્રી તો ઠીક છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મથુર સવાણી નામના મદારીની નીતિ રીતી અંગે ખ્યાલ આવી જતા તેમણે છેલ્લા કેટલાક સમયથી તેનાથી અંતર બનાવી લીધુ છે. તેમ છતા નરેન્દ્ર મોદી સાથેના ફોટા શેર કરીને અને અનેક રીતે પોતે સત્તાધિશોની નજીક હોવાના મદમાં રાચતા મથુર માધા સવાણીએ કિરણ હોસ્પિટલમાં આચરેલા આ કૌભાંડનો ખેલ ખુલ્લો પડી ગયો છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલના સંચાલકોના વટાણા વેરી નાંખ્યા છે અને હવે એવી સ્થિતિ આવી છે કે, આરોગ્ય વિભાગ પાસેથી ઉસેટેલા રૂપિયા સરકારને પરત કરવા જ પડશે અને જો રૂપિયા પરત નહીં કે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે છે.