Page Views: 15183

આરોગ્ય મંત્રીના મતદારોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ

પ્રદુષણ ઓકતી એ કે રોડની 14 ડાઇંગ મિલોના એર અને વોટર પોલ્યુશન સામે પાલિકાનું તંત્ર નપુંસક-શાશકો તાબોટા પાડે છે અને પ્રજા પીસાય છે

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા-9173532179)

સુરત શહેર અને જિલ્લાના મતદારોએ ખોબે ખોબે મત આપીને ભાજપના 12 ધારાસભ્યો અને સાંસદોને ચૂંટીને સત્તાસ્થાને પહોંચાડ્યા છે અને સત્તા મળ્યા પછી પ્રજાની સમસ્યા કે જાહેર આરોગ્ય માટે તેમની કોઇ જવાબદારી ન હોય એ પ્રકારે આ તમામ બેજવાબદારી પુર્વક સત્તાના મદમાં રાચી રહ્યા છે. ખાસ કરીને રાજ્યના આરોગ્ય મંત્રીના વરાછા મત વિસ્તારમાં રહેતા દોઢ લાખ લોકો છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલોના પ્રદુષણથી હેરાન થઇ રહી છે. અલગ અલગ પ્રકારના રોગનો ભોગ બની રહી છે તેમ છતા આરોગ્ય મંત્રી દ્વારા એક હરફ સુધ્ધા ઉચ્ચારવામાં આવતો નથી. બીજી તરફ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ભાજપના શાસકો પણ સંસ્કૃત ઉક્તિ કિં કર્તવ્યમ મુંઢમ્ ની જેમ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, જે પ્રજાનું તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તેના આરોગ્ય કે પ્રાથમિક સુવિધાઓ અંગે તમારી કોઇ જવાબદારી બને છે ખરી કે નહીં.

વતા છે સુરત શહેરના એ કે રોડ અને વસ્તાદેવડી રોડ, પટેલ નગર આસપાસના વિસ્તારમાં આવેલી 14 ડાઇંગ મિલો કે જેમાંથી દર રોજ સવાર સાંજ ધુમાડો છોડવામાં આવે છે ઉપરાંત કોઇ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર ડાઇંગ પ્રિટીંગ માટે ઉપયોગમાં લેવાયેલુ ઝેરી કેમિકલવાળુ પાણી ડ્રેનેજમાં છોડવામાં આવે છે. ધુમાડાને કારણે સમગ્ર વિસ્તાર જાણે હિલ સ્ટેશન હોય એ પ્રકારે સવાર સાંજ ધુમ્મસથી ઘેરાયેલો રહે છે અને જે પ્રોસેસ કર્યા વગર ઝેરી કેમિકલ યુક્ત પાણી ડ્રેનેજમાં છોડવામાં આવે છે એ કોઇ સ્થળે અન્ડર ગ્રાઉન્ડ પાણીની પાઇપ લાઇન લિકેજ હોય અને ડ્રેનેજ લાઇન લિકેજ હોય તો તેમાં ભળે છે. અસંખ્ય વખત આ વિસ્તારના લોકો દ્વારા પીવાનું પાણી લાલ, ગુલાબી કે લીલા રંગનું આવતું હોવાની ફરિયાદ કોર્પોરેશનના અધિકારીઓને કરી ચુક્યા છે. કેમિકલયુક્ત પાણી પીવાથી લોકોના પેટમાં કેટલુ ઝેર જતું હશે એ તો ઇશ્વાર જ જાણે પરંતુ એક વાત ચોક્કસ છે કે, એ કે રોડ આસપાસના વિસ્તારની આ 14 ડાઇંગ મિલોને કારણે જાહેર આરોગ્ય સામે પ્રશ્નાથ તો છે જ.

ઃઃઃલોકોનો સવાલ આરોગ્ય મંત્રી....શ્રી શું કરે છે

એ કે રોડ વિસ્તારમાં આવેલી પટેલ નગર સોસાયટી સહિતની સંખ્યાબંધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં રહેતા લોકો વરાછા વિધાનસભા મત વિસ્તારના મતદારો છે. જેમણે વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને વિજેતા બનાવીને ધારાસભ્ય બનાવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીને રાજ્યના આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.  તેમની પાસે સમગ્ર રાજ્યની પ્રજાની આરોગ્ય અને સુખાકારીની જવાબદારી બને છે પરંતુ તેમના જ મત વિસ્તારના અંદાજે દોઢ લાખ જેટલા લોકોના આરોગ્ય સાથે ડાઇંગ સંચાલકો ખીલવાડ કરી રહ્યા છે. કેટલાક લોકો શ્વાસના કે ફેંફસાના ગંભીર રોગોથી પીડાઇ રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો એવો પણ સવાલ કરતા થઇ ગયા છે કે, આરોગ્ય મંત્રી શું કરે છે તેની અમને ખબર નથી પરંતુ અમે રોજે રોજ થોડું થોડું મરી રહ્યા છીએ એ વાત નક્કી છે.

ઃઃઃઃપાલિકાનું નપુંસક તંત્ર..નવા કમિશનર બંછાનિધી પાની પાણી બતાવશે ખરા

વર્ષોથી પ્રદુષણ સામે ઝઝુમી રહેલી એ કે રોડ વિસ્તારની પ્રજાને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ઉપરથી હવે વિશ્વાસ ઉઠી ગયો છે. જ્યારે પણ લોકોની ફરિયાદ ઉઠી છે ત્યારે અધિકારીઓ કામગીરીને નામે નોટીસ નોટીસ રમ્યા છે અને ક્યારેક સીલ મારવા સુધી પહોંચ્યા છે પરંતુ છેલ્લે તો ભ્રષ્ટ તંત્રના આ ભાગીદારો રૂપિયા લઇને ચુપ બેસી ગયા છે એવુ ખુદ સ્થાનિક લોકો કહી રહ્યા છે. હવે તો આ તમામ ભ્રષ્ટાચારીઓના પેટ એટલા ભરાઇ ગયા છે કે તેઓ નપુંસક બનીને પ્રજાના જાહેર આરોગ્ય સામે કોઇ પગલા ભરવા માંગતા નથી. આવા સંજોગોમાં નવા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે સ્થાનિક પ્રજાની એટલી જ આશ છે કે, હવે નવા કમિશનર બંછાનિધી પાની પાણી બતાવીને પ્રજાને મોતના મુખમાં ધકેલાતી બચાવે...

ઋઋઋઋભાજપના શાસકો તાબોટા પાડે છે

સુરત મહાનગર પાલિકામાં ભાજપના શાસકો દ્વારા ક્યારેય પણ ઉદ્યોગકારોને નારાજ કર્યા નથી પાંડેસરાના સીઇટીપી પ્રોજેકટનો વિવાદ હોય કે પાંડેસરાના ઉદ્યોગોને પાણી આપવાનો પ્રશ્ન હોય તમામ તબક્કે શાસકોએ તરભાણા ભરીને જ શાસન કર્યુ છે જે બધા જાણે છે. એ કે રોડની પ્રજાના જાહેર આરોગ્યનો આ ગંભીર પ્રશ્ન છે વારંવારની સ્થાનિક લોકોની રજૂઆતો છતા ભાજપના એક પણ કોર્પોરેટરે આ મુદે સવાલ કર્યો નથી. આ લોકો રીતસર તાબોટા પાડીને ઉદ્યોગકારો કે ઉદ્યોગ ગૃહોની આગળ પાછળ મુજરો કરતા રહે છે.

ઃઃઃઃહવે હું જન આંદોલન કરીશ ઃ દિનેશ કાછડીયા (કોર્પોરેટર)

કોર્પોરેટર દિનશ કાછડીયાએ આ સમસ્યા અંગે જણાવ્યું હતું કે, અમારા રસોડા સુધી રંગીન પાણી પહોંચી ગયુ છે રોજ સવારે અલગ અલગ કલરના પાણી રોડની ડ્રેનોજોમાંથી ઉભરાઇ રહ્યા છે જો મહાનગર પાલિકા અને જીપીસીબી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં હું સ્થાનિક લોકોને સાથે રાખી અને જન આંદોલન કરીશ તેમજ ડાંઇગ મિલોને તાળાબંધી જેવા કાર્યક્રમો પણ આપીશ.