Page Views: 16761

નવી ઉદ્યોગ નીતિમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સોલાર રૂફટોપ 50ને બદલે 100 ટકા કરવા ચેમ્બરની માંગણી

એમ.એસ.એમ.ઇ. સેકટરના ડેવલપમેન્ટ તથા નવી ઉદ્યોગ નીતિના ઘડતર માટે ચેમ્બર દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્યોગ કમિશનરશ્રી સમક્ષ વિવિધ રજૂઆતો કરવામાં આવી

 

સુરત.13-9-2019

શુક્રવારે, તા. ૧૩/૯/ર૦૧૯ના રોજ ગાંધીનગર ખાતે ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા તથા અન્ય અધિકારીગણો સાથે એમ.એસ.એમ.ઇ. સેકટરના ડેવલપમેન્ટ માટે, નવી ઉદ્યોગ નીતિના ઘડતર માટે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે ટાસ્ક ફોર્સ કમિટીની મિટીંગો મળી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તરીકે રિપ્રેઝન્ટેશન સેલના હેડ શ્રી હેમંત દેસાઇ, એડમિનિસ્ટ્રેશન સેલના કન્વીનર શ્રી મયંક દલાલ અને ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન શ્રી પંકજ ત્રિવેદી દ્વારા ઉદ્યોગ કમિશનરશ્રી સમક્ષ વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ચેમ્બર દ્વારા એમ.એસ.એમ.ઇ. સેકટરના ડેવલપમેન્ટ અંગે રજૂઆતો કરવામાં આવી હતી કે, લઘુ ઉદ્યોગ માટે માર્કેટીંગ આસિસ્ટન્ટ સ્કીમમાં પ૦ ટકાને બદલે સરકાર દ્વારા વધારે સબસિડી આપવામાં આવે અને એક્ષ્પોર્ટરને પણ ઇન્સેન્ટીવ આપવામાં આવે. સરકાર દ્વારા સોલાર રૂફટોપ પોલિસીમાં ઇન્ડસ્ટ્રીયલ સેકટરમાં કનેકટેડ લોડના પ૦ ટકા જ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી મળે છે એને બદલે ૧૦૦ ટકા ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવામાં આવે. ઝીરો ઇફેકટ ઝીરો ડિફેકટ સ્કીમમાં એમએસએમઇને સ્કીમ ઇમ્પ્લીમેન્ટ કરવા માટે જે કોસ્ટ લાગે છે તેમાં સબસિડી આપવી અને બીજા આસ્પેકટ્‌સમાં પ્રોત્સાહીત કરવા માટે એ અંગેની સ્કીમ લાગુ કરવામાં આવે.

 

સી.ઇ.ડી. અને ઇ.ડી.આઇ.નું શૈક્ષણિક સંસ્થાઓ સાથે ટાઇઅપ કરવામાં આવે અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગ સાહસિકો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે. આ માટે સરકાર પ્રાદેશિક ચેમ્બરો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને સાથે રાખે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ચેમ્બર તથા સેવા અને સેતુ સાથે રહીને વિગતવાર પ્રપોઝલ બનાવીને આપે તેવો અનુરોધ ઉદ્યોગ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ સ્કીમમાં એકજ જિલ્લામાં બનતી અને વખાણાતી પ્રોડકટ માટે એની કવોલિટી, એસ્થેટીકસ, ઇર્ગોનોમિકસના ઇમ્પ્રુવમેન્ટ માટે ઇન્સેન્ટીવ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. એન્જીનિયરીંગ પ્રોડકટ્‌સ, મશીનરી, પાર્ટ્‌સ અને ટેકનોલોજીની એકજ સ્થળેથી માહિતી મળી રહે તે માટે કાયમી ધોરણે એકઝીબીશન સેન્ટર બનાવવામાં આવે. ઇન્ડસ્ટ્રી વાઇઝ વેબ પોર્ટલ બેઇઝ વર્ચ્યુલ કલસ્ટર બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ચેમ્બર તથા સેવા અને સેતુ વિગતવાર પ્રપોઝલ બનાવીને આપે તેવો અનુરોધ ઉદ્યોગ કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રી વાઇઝ પ્રોડકટ અને પ્રોડકશનના ડેટા ઉભા કરી શકાય તે માટે ડેટા સેન્ટર ઉભા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. એના માટે એનઆઇસી અને એચએસએન કોડનો ઉપયોગ કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જુદા–જુદા પ્રોડકટ્‌સ માટે રો મટીરિયલ બેંક, કોમન ટેસ્ટીંગ સેન્ટર અને કોમન ફેસીલિટી સેન્ટર ઉભા કરવાની માંગણી કરવામાં આવી હતી.

 

દેશમાં આયાત થતી ચીજવસ્તુઓનું લીસ્ટ બનાવી એમએસએમઇ સેકટરમાં જે બની શકે તેવી ઓછામાં ઓછી ૧૦૦ પ્રોડકટ વર્ગીકૃત કરવી અને એમએસએમઇ સેકટરને એ બનાવવા માટે પ્રોત્સાહિત કરવી. જેથી કરીને આયાતમાં ઘટાડો થઇ શકે અને એવી ચીજવસ્તુઓ દેશમાં જ બની શકે. લીન મેન્યુફેકચરીંગ પ્રેકટીસ માટે કેન્દ્ર સરકારની સ્કીમમાં જે યુનિટોએ ભાગ લઇને એક વર્ષ તાલીમ લીધી છે તેઓ પછીના વર્ષો સુધી એ પદ્ધતિ જાળવી રાખે એના માટે ગુજરાત સરકારે પ્રોત્સાહન આપવું. નવી ઉદ્યોગ નીતિના ઘડતર માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની મિટીંગમાં પણ કમિટી સમક્ષ વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટેશન પોર્ટલ અંગ્રેજીમાં હોવાથી તે સમજવામાં સરળ રહે એના માટે એને ગુજરાતીમાં બનાવવાનું સૂચન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં જે રીતે સ્પેશિયલાઇઝ્‌ડ કોમર્શિયલ કોર્ટ હાલમાં આવી છે તેવી સુરતમાં પણ બનાવવામાં આવે. કારણ કે, સુરત શહેર આખા વિશ્વમાં ચોથા નંબરનું સૌથી ઝડપતી વિકસતુ શહેર તરીકે જાણીતુ છે અને આખા ગુજરાતની સૌથી વધારે એમએસએમઇ સુરતમાં આવેલી હોય ત્યારે આ કોર્ટની જોગવાઇ સુરતમાં સત્વરે કરવી. ઉદ્યોગપતિઓ દ્વારા સેન્ટર ઉપર જે એપ્લીકેશન આપવામાં આવે છે તેનું ટાઇમ લિમિટ મોનીટરીંગ કરી ઉદ્યોગકારને ટાઇમ લિમિટ સમાપ્ત થતી હોય તો તે અંગે પ્રો એકટીવ એપ્રોચ દાખવી તેની એપ્લીકેશનની પૂર્તતા કરવા જાણ કરવી. આ ઉપરાંત કોઇપણ નવી કંપનીએ પીએફ નંબર લીધો હોય અને કોઇ કારણસર કંપની બંધ થાય છે તો પીએફ સેન્ટરમાં પીએફ નંબર કેન્સલ કરવાની જોગવાઇ ઉભી કરવી. એમ.એસ.એમ.ઇ. સેકટરમાં ઇઆરપી સોફટવેરનું અમલીકરણ કરવામાં આવ્યુ છે એવી રીતે સીઆરએમ સોફટવેરનું પણ અમલીકરણ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યુ હતુ.