Page Views: 2677

‘લઘુ ઉદ્યોગકારોમાં સ્પર્ધાત્મકતા વધારવા’ વિશે ચેમ્બરમાં કોન્ફરન્સ યોજાશે

લઘુ ઉદ્યોગકારોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સરકારની ઇ – માર્કેટ પ્લેસ (જેમ પોર્ટલ) તથા ધોલેરા, એન્જીનિયરીંગ, ટેક્ષ્ટાઇલ્સ અને જેમ એન્ડ જવેલરીમાં વ્યવસાયની સંભવિત તકો વિશે માહિતી આપવામાં આવશે

સુરત-11-09-2019

ફિકકી, ઇન્ડસ્ટ્રીઝ કમિશન રેટ - ગુજરાત સરકાર, ઇન્ડેક્ષ્ટ બી અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે શુક્રવારે, તા. ૧૩ સપ્ટેમ્બર ર૦૧૯ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે લઘુ ઉદ્યોગકારોમાં સ્પર્ધાત્મકતા વધારવા’ વિશે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત સરકારના એમ.એસ.એમ.ઇ. કમિશનર શ્રી યોગેશ નિરગુડે, ફિકકી ગુજરાત સ્ટેટ કાઉન્સીલના શ્રી ગિરીશ લુથરા, નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશિષ ગોયલ, શ્રી સાગર સોની, કેપીએમજીના શ્રી સંચિત સરાફ અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટના ઇન્ડસ્ટ્રીઝ જોઈન્ટ કમિશનર શ્રી આર.આઇ. ચાવડા સાથે સંવાદ યોજાશે.

ગુજરાત સરકારના અધિકારીઓ સરકારની વિવિધ નીતિઓ અને પહેલ વિશે મહત્વનું માર્ગદર્શન આપશે. જયારે બેંકના અધિકારીઓ વ્યવસાય માટે ધિરાણના વિકલ્પો અને બેંકો તરફથી મળતી ભંડોળ સહાયની વિગતો આપશે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગકારોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સરકારની ઇ - માર્કેટપ્લેસ (જેમ પોર્ટલ) તથા ધોલેરા, એન્જીનિયરીંગ, ટેક્ષ્ટાઇલ્સ અને જેમ એન્ડ જવેલરીમાં વ્યવસાયની સંભવિત તકો વિશે માહિતી આપવામાં આવશે.

આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુગલ લીંક http://forms.gle/8Jc3cDbScETczkA3A ઉપર ઓનલાઇન વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.