Page Views: 53021

પર્યાવરણની જાળવણી સંદેશા સાથે ત્રિકમનગરમાં પંચધાતુના શ્રીગણેશની કરાઈ છે પરંપરાગત પુંજા અર્ચના

પંચધાતુની મુર્તિ બનાવી અને તેની પુજા અર્ચના કરવાની પરંપરાને જ સ્થાનિકોએ શ્રેષ્ઠ ગણાવી

સુરત-11-09-2019

સુરત શહેરના લંબે હનુમાન રોડ ત્રિકમ નગર વિભાગ એક શેરી નંબર ચાર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. સ્થાનિક રહીશો દ્વારા વર્ષોથી ભગવાન ગણેશની પંચધાતુની મુર્તિની સ્થાપના કરવામાં આવે છે અને આ મુર્તિનું વિસર્જન પણ કરવામાં આવતું નથી આ પ્રકારે પર્યાવરણની જાળવણી કરવાનો પણ સંદેશો આપવામાં આવે છે. ત્રિકમ નગર ખાતે પ્રસ્થાપિત ભગવાન ગણેશના મંડપ ખાતે રવિવારના  રોજ ભગવાન સત્ય નારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સ્થાનિક મહિલા મંડળની બહેનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ અંગે ત્રિકમ નગર ખાતે રહેતા ભાજપાના મહિલા અગ્રણી જયશ્રીબેન લુણાગરીયાએ જણાવ્યું હતું કે, તેઓની સોસાયટીમાં વર્ષોથી જે પ્રકારે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે તે સમગ્ર શહેરના ગણેશ આયોજકો માટે એક સંદેશો આપનાર છે. ભગવાનની પંચધાતુની મુર્તિ બનાવી અને તેની પુજા અર્ચના કરવાની પરંપરાને જ તેમણે શ્રેષ્ઠ ગણાવી હતી. સાથો સાથ સ્થાનિક મહિલાઓ અલ્પાબેન દિયોરા, જલ્પાબેન ગાબાણી, કિરણબેન તળાવિયા, સંગીતાબેન પાટણાવાળા અને રેખાબેન ગાબાણી સહિતની મહિલા અગ્રણીઓ દ્વારા ગણપતિદાદાની દર રોજ પુજા અર્ચના અને આરતી કરવામાં આવે છે.