Page Views: 4017

ગણેશ વિસર્જનને લઈને સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ

શહેરમાં ૨૧ કુત્રિમ તળાવો પર ૫ ફૂટથી નીચેની હજારો શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થશે

સુરત-11-09-2019

આવતીકાલે ગણેશ વિસર્જન છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને પોલીસ બંને દ્વારા તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. પાલિકા દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ઓવારાઓને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ઉકાઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી પાણીનું સ્તર વધ્યું હોવાથી લોકો સીધા નદીમા જ વિસર્જન કરવા જાય તેવી શક્યતાને પગલે પાલિકા દ્વારા તમામ ૩૫ ઓવારાઓને સીલ કરશે.

પાલિકાએ દોઢ કરોડના ખર્ચે ૨૧ કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. જયારે આ વર્ષે નાના વરાછા રામજી મંદિર નજીક તૈયાર કરવામાં આવતું કૃત્રિમ તળાવ રદ કરવામાં આવ્યું છે. આ વખતે ૭૦ હજારથી વધુ ગણેશ મૂર્તિની સ્થાપના કરાઇ છે. જે મૂર્તિઓ કુત્રિમ તળાવ વિસર્જીત કરવામાં આવશે. બાદમાં તે પ્રતિમાઓને હજીરા એસ્સાર જેટી ખાતે દરિયામાં લઈ જઈ વિધીવત પધરાવાશે અને કૃત્રિમ તળાવોનું અંદાજે ૬૮ લાખ લીટર પાણી શુદ્ધ કરીને ઉપયોગમાં લેવામાં આવશે. મળતી માહિતી મુજબ ઉકાઈમાંથી પાણી છોડવાને પગલે તાપીનું લેવલ વધી જતાં ડક્કા ઓવારા પાસે બનાવાયેલા બે કૃત્રિમ તળાવો તાપી નદીના પાણીમાં ગરકાઉ થઈ ગયાં છે. જો કે વિસર્જનના દિવસે ઉકાઇમાંથી ઓછું પાણી છોડવા અંગે તંત્ર વાહકોને જાણ કરવામાં આવશે.  ગત વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં તમામ કુત્રિમ તળાવો પર કડક પોલીસ બંદોબસ્ત જોવા મળશે.