Page Views: 14391

કેન્દ્રના ટ્રાફિક નિયમોના દંડ રૂપાણી સરકારે ઓછા કર્યા- છતાં ખીસ્સા ખાલી તો થશે જ

જે રાહત આપી છે તેમાં પણ અત્યાર સુધી ભરતા હતા તેના કરતા લગભગ ડબલ દંડ ભરવો પડશે - આગામી 16મી સપ્ટેમ્બરથી અમલ થશે નવી જોગવાઇઓનો

ગાંધીનગર-10-9-2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી દંડમાં તેમની સરકાર દ્વારા આપવામાં આવેલી  રાહત અંગે જાહેરાતો  કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટર-વ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે, રાજ્યમાં નવા નિયમોનો અમલ 16 સપ્ટેમ્બરથી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે સામાન્ય માણસની જીંદગીને વેર વિખેર કરતા ગુનાઓમાં સરકાર છૂટછાટ આપવા માંગતી નથી. સરકારે ટુ વ્હિલર ચાલકો અને કૃષિલક્ષી વાહનોને લગતા ગુનામાં છૂટછાટ આપી છે.

રાજ્ય સરકારે કરેલા દંડની રકમના સુધારા બાદ આગામી 16મી તારીખથી આ પ્રમાણે દંડ વસુલવામાં આવશે.

-લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો પ્રથમ વખત રૂ.500 દંડ અને બીજી વખત રૂ.1000 દંડ


-અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000 દંડ


-કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000


-ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.500, બીજી વખત રૂ.1000


-હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂ.500 દંડ, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ. 500નો દંડ


-બાઈક પર 3 સવારી રૂ.100 દંડ, ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.1500, LMV રૂ.3000 દંડ


-ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.1500 દંડ


-ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ. 2000, અન્યને રૂ.4000નો દંડ


-લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.2000, ફોર વ્હીલરને રૂ.3000 દંડ


-રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.1000, થ્રી વ્હીલર 2000


-રજિસ્ટ્રેશન વગરના વાહનને ફોર વ્હીલરને 3000, અન્યને રૂ.4000 દંડ


–ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત નહીં-ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે