Page Views: 11125

‘કોન બનેગા કરોડપતિ’માં ગુજરતની કૃપા દેસાઈએ ૨૫ લાખ જીત્યા

ડોક્ટર કૃપા દેસાઈએ ૧૪ પ્રશ્નોના જવાબ આપ્યા : આજના એપિસોડમાં ચમકશે

અમદાવાદ-10-09-2019

વર્ષોથી જાણીતો ટીવી શો ‘કોન બનેગા કરોડપતિ’ હાલ દેશભરની ટીવીઓમાં લોકો નિહાળવા બેસી જતા હોય છે. આજે પણ આ શોએ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. જયારે ગુજરાતના ગીરસોમનાથ જીલ્લાના ઉના ખાતેથી ડોકટર કૃપા દેસાઇએ કોન બનેગા કરોડપતિની હોટ સીટ બેસવાની તક મેળવી હતી. જે સીટ પર બેસવાની સાથે ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપી વિજેતા બની હતી. જે આજે તારીખ ૧૦ને મંગળવારના એપિસોડમાં ચમકશે.

ઉના ખાતે રહેતી કૃપા દેસાઈના પિતા મેહુલભાઇ દેસાઇ તથા માતા પ્રિતિબેન દેસાઇએ શિક્ષકો છે. કૃપા દેસાઈએ બીએચએમએસની ડીગ્રી મેળવી હાલ દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવે છે. ડોકટર કૃપા દેસાઇએ સોની ટીવી ઉપર આવતી ‘કોન બનેગા કરોડપતિ’ની દસમી સીઝનમાં સિલેકટ થઇ હતી. અને હોટ સીટ ઉપર મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસી વિવિધ ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપી રૂપિયા રપ લાખ રકમ જીતી લીધા હતા. તેમનો આ એપીસોડ આજરોજ તારીખ ૧૦ ને મંગળવારે ૯ વાગ્યે આવશે.