Page Views: 125700

શહેરની વરાછા કો-ઓપરેટિવ બેન્કને સ્કોબા દ્વારા મળ્યો ફાઇનાન્સીયલ સ્ટેબિલિટીનો બેસ્ટ એવોર્ડ

વેરી લાર્જ કેટેગરીમાં પણ વરાછા બેન્કને ત્રણ એવોર્ડ હાંસલ થયા- બેન્કના યુવા ઉત્સાહી સ્ટાફ થકી સફળતા મળી હોવાનું જણાવતા ચેરમેન કાનજી ભાલાળા

સુરત-10-9-2019

 

સાઉથ ગુજરાત કો ઓપરેટિવ બેન્ક એસોસીએશન (સ્કોબા) દ્વારા સિક્કીમ ગેંગટોક ખાતે સાઉથ ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ બેન્કીંગ સેવાઓ કરતી સહકારી બેન્કો માટેનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં વેરી લાર્જ કેટેગરીમાં સુરત શહેરની અગ્રણી સહકારી બેન્ક વરાછા કો-ઓપરેટીવ બેન્કને ત્રણ એવોર્ડ મળ્યા છે. ફાઇનાન્સીયલ સ્ટેબિલિટી તથા પ્રોફીટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી માટે તથા પબ્લીક રિલેશન અને સામાજીક સેવામાં પણ રનર્સ અપ એવોર્ડ વરાછા કો-ઓપરેટીવ બેન્કને મળ્યો છે. સિક્કીમ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના શ્રી રવિન્દ્ર સંઘવાઇના હસ્તે તમામ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

બેન્કિંગ સેવામાં નક્કર પ્રગતિ સાથે હરણફાળ ભરનાર વરાછા બેન્કે નોંધપાત્ર કામગીરી કરી છે વર્તમાન સમયમાં આર્થિક સંકડામણના સમયમાં પણ વરાછા બેન્ક દ્વારા કુલ રૂપિયા 2387 કરોડનો કુલ બિઝનેસ કરવામાં આવ્યો છે અને શુન્ય ગ્રોસ એનપીએ તથા આર્થિક માપદંડને ધ્યાનમાં રાખીને ફાઇનાન્સીયલ સ્ટેબિલીટીનો એવોર્ડ મેળવવામાં વરાછા બેન્કને સફળતા મળી છે. બેન્કીંગ સેકટરમાં નફાનો પણ ઘટાડો થે ત્યારે વરાછા બેન્ક સુરત દ્વારા પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટમાં પણ શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. બેન્કીંગ સેવા ઉપરાંત સામાજીક પ્રવૃત્તિ અને લોક જાગૃતિ માટે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. દરેક શાખામાં શાખા વિકાસ કમિટીનો કન્સેપ્ટ માત્ર વરાછા બેન્કમાં છે અને પબ્લીક રિલેશન અને સામાજીક પ્રવૃત્તિમાં વરાછા બેન્કના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાનું નેતૃત્વ મહત્વનું રહ્યું છે. ગત રોજ સિક્કીમના ગેંગટોક ખાતે આયોજીત સ્કોબાના એવોર્ડ વિતરણ સમારોહમાં વરાછા બેન્કના સ્થાપક ચેરમેન પી.બી.ઢાંકેચા, વરાછા બેન્કના ચેરમેન કાનજીભાઇ ભાલાળા, અમ ડી ભવાનભાઇ નવાપરા, વાઇસ ચેરમેન ડો.લવજીભાઇ નાકરાણી તથા ડિરેક્ટર પ્રભુદાસ ભાઇ ટી પટેલ, શ્રી રાજુભાઇ બાંભરોલિયા અને શ્રીમતી વિમળાબેન વાઘાણીએ એવોર્ડ સ્વિકાર્યો હતો.

1995માં શરૂ થયેલી બેન્ક આજે 23 શાખાઓમાં રૂપિયા 1589 કરોડ ડિપોઝીટ, તથા રૂપિયા 798 કરોડ ધિરાણ અને કુલ રૂપિયા 2387 કરોડના બિઝનેસ સાથે ગુજરાતની અર્બન કોઓપરેટીવ બેન્કોમાં ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. સાઉથ ગુજરાતમાં ત્રીજા ક્રમ પર વરાછા બેન્ક છે અને સ્મિત સાથેની ઝડપી સેવા તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ એ વરાછા બેન્કની સફળતાનો મંત્ર છે. વધુમાં વરાછા બેન્કના ચેરમેન કાનજીભાઇ આર ભાલાળાએ જણાવ્યું હતું કે, વરાછા બેન્ક તેના સિલ્વર જ્યુબીલી વર્ષની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે આ પ્રસંગે બેન્કને મળેલા એવોર્ડ બેન્કની યશ કલગી તરીકે શોભે છે બેન્કની સારી કામગીરીનું એક કારણ અમારો યુવા ઉત્સાહી સ્ટાફ છે જનરલ મેનેજર વિઠ્ઠલભાઇ ધાનાણીના નેતૃત્વમાં યુવા ટીમ હાલમાં કામ કરી રહી છે.