Page Views: 59529

વેડરોડ ગુરૂકુળના ધર્મવલ્લભ સ્વામીએ ભગવાન કૃષ્ણ વિશે સવાલો ઉઠાવી ધર્મ લજાવ્યો

પાંડવોને વર્ણ શંકર કહ્યા, તો શિશુપાલને ફોન જોડો તો એવુ બોલીને બેફામ વાણી વિલાસ કર્યો , ભગવા કપડા પહેરીને કહેવાતી વ્યાસપીઠ પર બેસીને પરમ તત્વ સામે સવાલો ઉભા કરનાર ધર્મવલ્લભ સ્વામી ભક્તોને ત્યાં પધરામણી કરવા જાય ત્યારે રૂપિયા મળતા હોવાથી લાલાને ખોળામાં લઇને જતા હોવાનો અનુયાઇઓનો દાવો – વેડરોડ સ્વામીનારાયણ ગુરૂકુળના દાતાઓ પણ ધર્મવલ્લભ સ્વામીના નિવેદન અંગે કંઇ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે

સુરત-10-9-2019

રામાયણ કથાકાર મોરારિદાસ હરિયાણીએ નિલકંઠવર્ણી અભિષેક વિશે નિવેદન કર્યા બાદ તેમની સામે જે સ્વામિનારાય સંપ્રદાયના સંતોએ મોરચો ખોલ્યો છે એ જ સ્વામિનારાયણ સંપ્રદાયના સુરત વેડરોડ ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભદાસ સ્વામીએ ભગવાન કૃષ્ણના ભગવાન હોવા વિશે સવાલો ઉભા કરતા નિવેદનો આપ્યા છે. વચનામૃત અને સ્વામિનારાયણના મોઢામાં મુકેલી કપોળ કલ્પીત વાતો કહેવા માટે હરિભક્તો સામે જ્ઞાન આપવા માટે પલંગ પર ગાદી (વ્યાસપીઠ ન કહેવાય) ગોઠવીને ચડી બેસતા આ ભગવાધારીઓ મનમાં આવે એવા નિવેદનો આપતા થઇ ગયા છે. ધર્મવલ્લભ સ્વામીએ ધર્મને લજાવતા આપણી વૈદિક પરંપરા પર કુઠારાઘાત કરતા અને ભગવાન શ્રી કૃષ્ણના ભગવાન વિશેના નિવેદનો આપ જાણશો તો આપને પણ આ વ્યક્તિની માનસિકતા કેટલી છીછરી છે તેનો ખ્યાલ આવી જશે. ધર્મવલ્લભ કહે છે.... શું શ્રી કૃષ્ણ ભગવાન હતા... ગાયો ચરાવતા ગોવાળિયા હતા.... શિશુપાલને ફોન કરો તો.... છે કોઇ પાસે ફોન.... પાંચ પાંડવોએ એને પુજ્યો...વર્ણશંકરોએ પુજ્યો એટલે ભગવાન થઇ ગયો.... ગોવાળિયો છે લાકડી લઇને ફરે છે....વચનામૃતમાં નોંધ આપી છે... પરંપરા ઠેઠથી ઠેઠ સુધી ચાલી આવે છે... ઓલ્યુ કરો...ઓલ્યુ કરો....હાલ્યા જ કરે છે દૂનિયામાં....

ધર્મવલ્લભના આ નિવેદનો બાદ આહીર-ભરવાડ સમાજમાં રોષ ફાટી નિકળ્યો હતો અને તેની માફી માંગીને વીડીયો કટ કરવામાં આવ્યો હોવાનો પાંગળો બચાવ પણ ગુરૂકુળ દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ વાસ્તવમાં મોરારિદાસ હરિયાણીના નિલકંઠવર્ણી વિશેના નિવેદનબાદ તેમને જવાબ આપવાના પ્રયાસમાં ધર્મવલ્લભે મર્યાદાઓ ઓળંગીને ભગવાન કૃષ્ણની પરંપરાગત આસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. આ અંગે વેડરોડ ગુરૂકુળમાં દાન આપનારા દાતાઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે ધર્મવલ્લભના નિવેદન અંગે કંઇ પણ કહેવા ઇન્કાર કર્યો હતો. તો કેટલાક હરિભક્તોએ એવુ પણ કહ્યું હતું કે, જ્યારે કોઇ બિલ્ડરની સાઇટ, હોસ્પિટલનું ઉદઘાટન કે ઘરનું વાસ્તુ પુજન હોય ત્યારે લાલાની મૂર્તિ લઇને ધર્મવલ્લભ પધરામણી કરવા દોડી જાય છે ત્યારે રૂપિયા મળતા હોવાથી લાલાને ગોદમાં લેતી વખતે તેમને કૃષ્ણ ભગવાન ગોવાળિયો લાગતો નથી,.