Page Views: 257448

શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિ.બ્રહ્મ સમાજની પરિણીતા જેતપુર ખાતેથી ગુમ થઇ

અમદાવાદ ખાતે રહેતી પરિણીતા અંગે જાણ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા ફોન નંબર 9723750544 અથવા 7600582853 ઉપર સંપર્ક કરવા વિનંતી

અમદાવાદ-31-8-2019

અમદાવાદ ખાતે રહેતી પરિણીતા પ્રસંગમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ગયા બાદ રહસ્યમંય સંજોગોમાં ગુમ થઇ ગઇ છે. આ અંગે જેતપુર પોલીસને તેના પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવી છે.

જેતપુર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, અમદાવાદ ખાતે રહેતા શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડિયા બ્રહ્મ સમાજના સ્વ.ભીખાભાઇ ઠાકર અને શારદાબેન ભીખાભાઇ ઠાકરના પુત્ર મુકેશભાઇ ઠાકરના ધર્મપત્ની શ્રીમતી પદ્માબેન ઉર્ફે પૂજાબેન મુકેશભાઇ ઠાકર (ઉ.વર્ષ 35) ગત સપ્તાહે સામાજીક કામ અર્થે સૌરાષ્ટ્રના જેતપુર ખાતે ગયા હતા. જ્યાંથી તેઓ ગત તા.26મી ઓગસ્ટના રોજ રાત્રીના સમયે અમદાવાદ તરફ આવવા માટે જેતપુર બસ સ્ટેન્ડ પર ઓટો મારફત ગયા હતા. તેઓ ઓટોમાંથી ઉતર્યા ત્યારે વરસાદી ઝાપટું આવતા રોડ પરથી પસાર થતા તમામ લોકો નજીકમાં આવેલા પેટ્રોલ પમ્પ તરફ ગયા હતા અને ત્યાં ઉભા રહ્યા હતા. જ્યારે વરસાદ રોકાયો ત્યારે પદ્માબેન પરત જેતપુરના બસ સ્ટેન્ડ તરફ ગયા હતા ત્યાર બાદ તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા છે. આ અંગે જેતપુર પોલીસમાં મુકેશભાઇ ઠાકર દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બસ સ્ટેન્ડ વિસ્તારના સીસી ટીવી ફુટેજ મેળવ્યા છે અને તેને ચેક કર્યા છે જેમાં પદ્માબેન ઉપરોક્ત દર્શાવેલા તમામ સ્થળો પર હાજર હોવાનું જોવા મળી રહ્યું છે. ગત તા.26મીની રાત્રીથી પદ્માબેન ઠાકરનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો છે. પદ્માબેન મુકેશભાઇ ઠાકર અંગે જો કોઇને જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો મોબાઇલ નંબર 9723750544 અથવા 7600582853 ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.