Page Views: 19282

અર્જુન એવોર્ડ વિજેતા હરમીત દેસાઇને શુભેચ્છા

હરમીત દેસાઇ ચેમ્બરના પેટ્રન સભ્ય હોવાથી ચેમ્બરનું એક ગૌરવ

સુરત -31-08-2019

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, વિશ્વ કક્ષાએ ટેબલ ટેનિસની રમતમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના હરમીત રાજુલ દેસાઇને ગત ગુરૂવારે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાયેલા રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિતરણ સમારોહમાં માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વિશ્વ કક્ષાએ દેશ તથા સુરતનું નામ રોશન કરવા બદલ સુરતના ગૌરવ એવા હરમીત રાજુલ દેસાઇને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ચેમ્બર દ્વારા સુરત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને સરસાણા વિગેરે સ્થળોએ હરમીત રાજુલ દેસાઇએ મેળવેલા એચીવમેન્ટ માટેના હોર્ડીંગ્સ લગાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં દેશને વધુ ગૌરવ અપાવવા માટે શુભેચ્છા પાઠવવામાં આવે છે. હરમીત દેસાઇ ચેમ્બરના પેટ્રન સભ્ય હોવાથી ચેમ્બર પણ આ તકે ગૌરવની લાગણી અનુભવે છે.