Page Views: 49585

ગોધાણી જેમ્સે ૨૫૦ રત્નકલાકારોને કાઢી મુક્યા

કંપની નુકશાન કરતી હોવાનું કારણ કહ્યું : રોષે ભરાયેલા કારીગરોએ રત્નકલાકાર વિકાસ સંઘને કરી રજૂઆત

સુરત-31-08-2019

હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી આજે ૨૫૦ રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. આ તમામ રત્નકલાકારો રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસે પહોચીને રજૂઆત કરી હતી. જયારે કંપની નુકસાન કરતી હોવાનું કહીને રત્નકલાકારોને છૂટા દેવાયા હોવાનું રત્ન કલાકારોએ જણાવ્યું હતું.
હાલમાં વિશ્વભરમાં મંદીનો માહોલ છે. જેથી હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. આ મંદી વચ્ચે નાના મોટા કારખાનાઓ બંધ કરવાની સાથે કેટલીક જગ્યાએથી રત્નકલાકારોને છુટા કરવામાં આવી રહ્યા હોવાથી રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે. જયારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી આજે ૨૫૦ જેટલા રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા હતા. જેથી રત્નકલાકારોમાં રોષ ફેલાયો હતો. એક તરફ દિવાળી નજીક આવી રહી છે. તેવા સમયમાં રત્નકલાકારોને છૂટા કરાતા તેઓની હાલત કફોડી બની જવા પામી છે. જયારે આ રત્નકલાકારોએ રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસ પર પહોચીને રજૂઆત કરી હતી. જે અંગે રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપની નુકશાન કરતી હોવાનું કહીને તમામને છૂટા કરી દેવામાં આવ્યાં છે. છૂટા કરવાના નિયમ મુજબ કોઈ જ પગાર કે ભથ્થા કે વળતર આપવામાં આવ્યું નથી