Page Views: 10384

નાના વરાછા ચોપાટી નજીક છ ફૂટ ઉંડો ભૂવો પડ્યો

મિલીભગત, હલકા મટીરીયલ અને પ્રો મોન્સુનની નબળી કામગીરી છતી થઇ

સુરત-31-08-2019

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની મીલીભગત દર ચોમાસા દરમિયાન બહાર આવે છે. આજે નાના વરાછા ચોપાટી નજીક નબળી કામગીરીને કારણે રસ્તા પર છ ફૂટ ઊંડો ભૂવો પડી ગયો હતો. જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રી મોન્સુન કામગીરીની નબળાઈ વરસાદ બાદ સામે આવતી હોય છે. જયારે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રકટરોની મિલીભગત અને ભષ્ટાચાર પણ છતો થાય છે. શહેરના તમામ રસ્તાઓ વરસાદ બાદ ધોવાઈ ગયા છે. જ્યાં ને ત્યાં નાના મોટા ખાડા પડી ગયા છે. અને વરસાદે વિરામ લેતા તેના પર થિંગળા મારવામાં આવી રહ્યા છે. જયારે આજે નાના વરાછા મહારાણા પ્રતાપ ચોપાટી નજીક એક ભૂવો પડી ગયો હતો. જ્યાં રસ્તામાં અચાનક છ ફૂટ ઊંડો ભૂવો પડી જતા ટ્રાફિક સમસ્યા ઉભી થઇ હતી. આ રસ્તોઓ બનાવવામાં હલકા મટીરીયલને કારણે થોડા વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જાય છે. જયારે આવા ભ્રષ્ટાચાર વચ્ચે પણ પાલિકાના શાશકો સુરતના વિકાસને લઈને કોલર ઊંચા કરીને ચાલી રહ્યા છે.