Page Views: 58761

જીએસટીમાં ૧ ઓગષ્ટ ર૦૧૮ પછીની ખરીદી અને વેચાણની અંદરના ડિફરન્સનું જ રીફંડ મળશે

ચેમ્બરમાં ‘જીએસટી રીફંડ પ્રોસિજર’વિશે અવેરનેસ સેશન યોજાયું

સુરત-17-8-2019

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત નેરો ફેબ્રિક એસોસિએશનના સંયુકત ઉપક્રમે બુધવારે, તા. ૧૪ ઓગષ્ટ ર૦૧૯ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે‘જીએસટી રીફંડ પ્રોસિજર’વિષય ઉપર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નિષ્ણાત વકતાશ્રીઓ તરીકે જાણીતા એડવોકેટ એન્ડ જીએસટી કન્સલ્ટન્ટ શ્રી હિમાંશુ જોશી અને શ્રી મનોજ દેસાઇએ હેતુલક્ષી વકતવ્ય રજૂ કરી જીએસટી રીફંડ કઈ રીતે મેળવી શકાય એવા અગત્યના વિષય અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ. ચેમ્બરના રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતિષ મોદીએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્યુ હતુ કે, ઇન્ડસ્ટ્રીમાં ર૦૧૭થી ક્રેડીટ લેપ્સનો ઇશ્યુ હતો. આ અંગે તાજેતરમાં હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે. આથી જીએસટીના કાયદામાં લેપ્સનું ક્રેડીટ અને તેનું રીફંડ મેળવવા માટે શું પ્રક્રિયા કરવાની રહેશે તે અંગે આજના સેશનમાં બંને વકતાશ્રીઓ મહત્વનું માર્ગદર્શન આપશે.

ચેમ્બરની જીએસટી કમિટીના કો–ચેરમેન શ્રી રોહન દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને જણાવ્યુ હતુ કે, જીએસટીના રીફંડ માટે શરૂઆતથી ચેમ્બર દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રી સુધી યોગ્ય મેસેજ પહોંચાડી શકીએ તે માટે આજના અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યુ છે. એડવોકેટ શ્રી હિમાંશુ જોશીએ જણાવ્યુ હતુ કે, અનયુટીલાઇઝ્‌ડ ઇનપુટ ટેક્ષ ક્રેડીટ એટલે કે વેપારીઓના ઇલેકટ્રોનિક લેજરની અંદર જે ક્રેડીટ એવી પડી રહેલી હોય કે જેનો ઉપયોગ થતો નથી અથવા થવાનો નથી. આ રીફંડ જેમાં વેપારીઓના ઇનપુટ (ખરીદી કરી એ) ઉચા રેટ પર આવે અને આઉટપુટ (વેચાણ કરો એ) નીચા રેટમાં જાય છે ત્યારે સમસ્યા ઉભી થાય છે. જો બંને રેટ સરખા હોય તો તકલીફ નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ૩૧ જુલાઇ ર૦૧૮ના રોજ જેટલો સ્ટોક હતો એનો અંદાજ લગાવીને તેની ઉપર કેટલી સંભવિત ટેક્ષની જવાબદારી આવશે એની ગણતરી કરીને એ ક્રેડીટને વાપરવા માટે સાઇડ પર રાખો અને બાકીની બધી ક્રેડીટ લેપ્સ કરી નાંખો. આ લેપ્સ શબ્દે ભારે ઉહાપોહ કર્યો હતો. આના પરીણામે લીટીગેશન ઉભા થઇ ગયા હતા. જેના ભાગરૂપે શબનમ પેટ્રોફિલ્સનો હાલમાં હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે. જસ્ટીસ શ્રી પારડીવાલા સાહેબે ચુકાદો આપ્યો હતો કે સરકારને જીએસટીનો ઇનપુટ ટેક્ષ ક્રેડીટ લેપ્સ કરવાનો અધિકાર નથી. પરંતુ નોટીફિકેશન નંબર પ સાથે ગુજરાત હાઇકોર્ટે કોઇ છેડછાડ કરી નથી, એ વેલીડ જ રહેવાનું છે. એડવોકેટ શ્રી મનોજ દેસાઇએ જણાવ્યુ હતુ કે, આજની તારીખમાં પણ તમને રીફંડ જોઇતુ હોય તો એ મળી શકશે પણ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ જૂની ક્રેડીટ લેપ્સ કરે ત્યારબાદ રીફંડની પ્રોસિજર આગળ વધારી શકાય છે. ૧ ઓગષ્ટ ર૦૧૮ પછીની ખરીદી અને વેચાણની અંદરના ડિફરન્સનું જ રીફંડ મળશે. એ પહેલાનું રીફંડ આજની તારીખમાં મળશે. જજમેન્ટમાં આ બાબતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીએસટી રિફંડ મેળવવા માટે ડોકયુમેન્ટેશન વિશે તેમણે સમજણ આપી હતી. તેમણે કહયુ હતુ કે ઇનપુટ, ઇનપુટ સર્વિસિસ અને કેપીટલ ગુડ્‌ઝને ધ્યાનમાં રાખવાનું હોય છે. જેટલી પણ ખરીદી છે એને આ ત્રણ કેટેગરીમાં વહેંચી દેવાની રહેશે. એક બાજુ પરચેઝ અને બીજી બાજુ સેલ્સની માહિતી આપવાની રહેશે. સીજીએસટી, આઇજીએસટી અને ટેક્ષેબલ વેલ્યુ ભરીને આપવાની રહેશે. આ બાબતો વેપારીઓએ જ ભરીને આપવાની રહેશે. કારણ કે એ કન્સલ્ટન્ટ જાતે કરી શકે નહીં. ઇલેકટ્રોનિક ક્રેડીટ લેજરમાં પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એવી ક્રેડીટ લેજર જોઇએ કે જેમાં રીફંડ કલેઇમ કર્યો છે એ દેખાવો જોઇએ, એની અંદર એન્ટ્રી હોવી જોઇએ. ૧ જુલાઇ ર૦૧૭ના રોજ જીએસટીનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી ૧ જુલાઇ ર૦૧૮ જયાં સુધી લેપ્સ કરવાનુ કહેવામાં આવ્યુ છે ત્યાં સુધીના નીલ રીફંડના કલેઇમ કરવા પડશે. એની એઆરએન પણ જનરેટ કરી લગાવવાની રહેશે. ચેમ્બરની ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના કન્વીનર શ્રી બિજલ જરીવાલાએ સેશનમાં પ્રાસંગિક વિધી કરી હતી. બંને નિષ્ણાત વકતાશ્રીઓએ વેપારીઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા. ચેમ્બરની નેરો ફેબ્રિકસ કમિટીના ચેરમેન શ્રી વિપુલ બારડોલીયાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયુ હતુ.