Page Views: 18938

ઉત્તર પ્રદેશ પોલીસને મળશે વિકલી ઓફ- ગુજરાતમાં રિપોર્ટ સોંપાયો નિર્ણય બાકી

ચોવિસ કલાક ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ પરિવાર હોય છે એ રાજ્ય સરકારો ભુલી ગઇ છે

લખનૌ-17-8-2019

ઉત્તર પ્રદેશની સરકારે પોલીસ કર્મચારીઓ માટે અઠવાડિયામાં એક દિવસની રજા આપવામાં નિર્ણય લીધો છે. યોગી સરકારના આ નિર્ણયથી પોલીસ વિભાગ ખુશ છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારનો નિર્ણંય લેવાય તેવી આશા જાગી છે ગુજરાત પોલીસે પણ ગત એપ્રિલ માસમાં ગુજરાત સરકારને 33 પાનાનો રિપોર્ટમાં રજા, મહિલા ઉત્થાન જેવા મુદ્દાઓ આપ્યા છે. જેની માહિતી તમામ જિલ્લા પોલીસવડા પાસેથી મંગાવવામાં આવી હતી. આથી યુ.પી. પોલીસની રજા મંજૂર થતા ગુજરાત પોલીસના જવાનોને ઝડપથી આ રિપોર્ટમાં જણાવ્યાનુસાર અઠવાડીક રજા ઉપર સરકાર ઘટતું કરશે તેવી આશા સેવી રહ્યા છે.

 આજ સુધી પોલીસ કર્મચારીઓ લગાતાર એકપણ રજા વગર રાત દિવસ ચોવીસ કલાક કામ કરતા હતા. અને રજા નહિ મળતી હોવાથી તેઓ માનસિક રીતે પરેશાન બનતા હતા. અને લાંબા સમય સુધી તેઓ ઘરે પણ જઇ શકતા ન હતા. અને આવી પરિસ્થિતિથી પરિવારનો માહોલ પણ ખરાબ બની જતો હતો. આ બધી સમસ્યાઓ જોતા ઉત્તર પ્રદેશની સરકારે પોલીસ કર્મચારીઓ માટે એક અઠવાડિયામાં રજા આપવાનો નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓ જે તે વિભાગોમાં અલગ કામ કરતાં હોય છે. ઓફિસ કામ હોય કે પછી બીજુ કામ હોય દરેક પોલિસ વિભાગના કર્મચારીઓ રજાઓ માટે ખૂબ હેરાન પરેશાન હતા. આવા સમયે પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝગડો પણ સામે આવી થઇ હતો. હવે યોગી સરકારને મોટો નિર્ણય લેતા યુપી પોલીસમાં ખૂશી જોવા મલી છે.ગુજરાતમાં પોલીસ રીફોર્મ્સ એટલે કે પોલીસ સુધારાઓનો ટૂંક સમયમાં અમલ થશે. ગુજરાત પોલીસ ટૂંક સમયમાં 25 જેટલા સુધારાઓનું અમલીકરણ કરવા જઈ રહ્યુ છે. જેમાં ‘મહિલા શકિત’ને પ્રોત્સાહન અને પોલીસ ઈન્સ્પેકટરથી નીચેની રેન્કના કર્મચારીઓને સાપ્તાહિક રજા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.જેમાં 25 જેટલા સુધારાઓનો અમલ કરવાની બાબત સામેલ હતી. અત્રે નોંધનીય છે કે ડીઆઈજી એટીએસ હિમાંશુ શુકલ, દિપેન ભાદ્રણ, ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડા અને ડીસીપી બિપીન આહિરની બનેલી એક કમિટીએ આ સુધારાઓ સૂચવ્યા હતા. 33 પાનાનો એક રીપોર્ટ ડીજીપીને મંગળવારે સોંપ્યો હતો. જે હવે રાજ્યભરના ટોચના પોલીસ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, આ રીપોર્ટ ઉપર પોતાનો અભિપ્રાય આપવા માટે સરકયુલર ટોચના પોલીસ અધિકારીઓને પાઠવ્યો છે. પોલીસ વર્કફોર્સને વધુ સુદ્રઢ કરવા અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પોલીસમાં કેટલાક સુધારાઓ કરવા જરૂરી બન્યા છે.