Page Views: 16798

દિલ્હીની AIIMS હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાગી આગ : ફાયરબ્રિગેડની ૩૪ ગાડીઓ ઘટના સ્થળે

ઇમરજન્સી લેબ, બી બ્લોક વિસ્તાર, વોર્ડ એબી૧ અને સુપરસ્પેશ્યાલિટી ઓપીડી એરિયા આગની ઝપેટમાં : ઇમરજન્સી વોર્ડમાં વિજળી સપ્લાઇને બંધ કરાઈ

નવીદિલ્હી-17-08-2019

દિલ્હીમાં આવેલી અને જાણીતી AIIMS હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં આજે અચાનક જ આગ લગતા ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ઇમરજન્સી વોર્ડના પ્રથમ અને બીજા માળ પર આગ લાગવા પામી છે. બીજા માળે ઇમરજન્સી લેબની પાસે બીસી બ્લોકના તારમાં આગ લાગી હતી. ઇમરજન્સી લેબ, બી બ્લોક વિસ્તાર, વોર્ડ એબી૧ અને સુપરસ્પેશ્યાલિટી ઓપીડી એરિયા આગની ઝપેટમાં છે. જેથી તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. જયારે આ અંગે ફાયર વિભાગને જાણ થતા જ ફાયર બ્રિગેડની ૩૪ ગાડીઓ ઘટના સ્થળે પહોચી ગઈ છે. અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.

AIIMS હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના દર્દીઓને તાત્કાલિક બીજા વોર્ડમાં શિફ્ટમાં કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અન્ય લોકોને ધુમાડાથી બચવા માટે તેઓને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે. આગની સાવચેતીને પગલે ઇમરજન્સી વોર્ડમાં વિજળી સપ્લાઇને પણ બંધ કરી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આગ લાગવાના કારણે ઇમરજન્સી વોર્ડમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો.