Page Views: 21583

લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવી હેપ્પી બર્થ ડે

વર્ષ 1980-90ના દાયકામાં શ્રી દેવી સૌથી વધારે ફી લેતા અભિનેત્રી હતા

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

ખૂબ લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ મદ્રાસ રાજ્યના શિવકાશીમાંથયો હતો. જન્મ સમયે તેમનું નામ શ્રી અમ્મા યાન્ગેર અયપ્પન હતું. હિન્દી ફિલ્મો ઉપરાંત શ્રીદેવીએ તમિલ, તેલુગુ, મલયાલમઅને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મોના તો તેઓ ‘ફર્સ્ટ ફીમેલ સુપર સ્ટાર’ રૂપે જાણીતા થયાં હતાં. તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ, નંદી એવોર્ડ, તમિલ નાડુ અને કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ, ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ અને ત્રણ ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સ સહિતના સન્માન મળ્યાં હતાં.

તેમની અભિનેત્રી રુપેની પાંચ દાયકાની કરિયરમાં શ્રીદેવીએ એવી અનેક નાયિકાના પાત્રો કર્યા હતાં જે પરિસ્થિતિનો પડકાર ઝીલતી હતી. સ્લેપસ્ટીક કોમેડીથી એપિક ડ્રામા જેવા વિવિધ પ્રકારના પાત્રો તેમણે સરળતાથી ભજવ્યાં હતાં. એંશી અને નેવુંના દાયકાઓમાં ભારતીય મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધુ ફી લેતામહિલા શ્રીદેવી હતાં. ભારતીય સિને ઇતિહાસની સૌથી મહાન અને અસરકર્તા અભિનેત્રીઓમાંના શ્રીદેવી એક હતાં.

૧૯૬૭ની‘કંધન કરુનાઈ’ નામની તમિલ ફિલ્મના બાળ કલાકાર રૂપે શ્રીદેવીની ચાર વર્ષની ઉમરે તેમની અભિનય યાત્રાની શરૂઆત થઇ હતી. ૧૯૬૯માં બાળ કલાકાર રૂપે જ તમિલ ફિલ્મ ‘થુનઈવાન’માં તેઓ મુખ્ય ભૂમિકામાં હતાં. દક્ષિણની ત્રણે ભાષાઓની ફિલ્મોમાં તેઓ બાળકલાકાર રૂપે જ જાણીતા થઇ ગયાં હતાં. ૯ વર્ષની ઉમરે હિન્દી ફિલ્મ ‘રાની મેરા નામ’ (૧૯૭૨)માં તેમને આપણે જોયાં હતાં. ૧૯૭૬માં૧૩ વર્ષની ઉમરે તમિલ ફિલ્મ ‘મૂન્દ્રું મુદીચું’માં તેઓ હિરોઈન રૂપે આવ્યાં અને ખૂબ ઝડપથી તેઓ દક્ષિણની ફિલ્મોના મુખ્ય અભિનેત્રી બની ગયાં. ૧૯૭૫ની‘જુલી’માં નોંધપાત્ર ભૂમિકા કરીને શ્રીદેવીએહિન્દી ફિલ્મોમાં પહેલી મુખ્ય ભૂમિકા ‘સોલવા સાવન’ (૧૯૭૯)માં કરી હતી. ૧૯૮૩ની‘હિમ્મતવાલા’થી તેઓ વધુ સ્વીકૃત બન્યાં. બહુ જલ્દી શ્રીદેવીએ સફળ હિન્દી ફિલ્મોની હારમાળા સર્જી દીધી, જેમાં‘મવાલી’, ‘તોહફા’, ‘નયા કદમ’, ‘મકસદ’, ‘માસ્ટરજી’, ‘કર્મ’, ‘નઝરાના’ ‘મિ. ઇન્ડિયા’, ‘વક્ત કી આવાઝ’ સામેલ હતી. જે ફિલ્મોમાં તેમના અભિનયની બોલબાલા થઇ તેમાં ‘સદમા’,‘ચાંદની’, ‘નગીના’, ‘ચાલબાઝ’, ‘લમ્હે’, ‘ખુદા ગવાહ’, ‘ગુમરાહ’, ‘લાડલા’ કે‘જુદાઈ’ને યાદ કરી શકાય.

૨૦૦૪-૦૫માં તેઓ ટીવી પર ‘માલિની ઐય્યર’ સિચ્ચુએશનલ કોમેડીમાં દેખાયાં.પછી શ્રીદેવી ફિલ્મોથી અળગા રહ્યાં પણ ૧૫ વર્ષ જેટલો લાંબો અંતરાલ કાપીને તેમણે‘૨૦૧૨માંઈંગ્લીશ વિન્ગ્લીશ’માં આવીને જે સફળતા મેળવી, તેનાથી તેઓ ભારતની સૌથી સારો કમબેક ધરાવતા અભિનેત્રી બની ગયાં. ૨૦૧૭ની થ્રીલર ‘મોમ’ એ શ્રીદેવીની ૩૦૦મી ભૂમિકા હતી. એ બંને ફિલ્મોમાં તેમના અભિનયના વખાણ પણ થયાં અને ‘મોમ’ માટે તો તેમને મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો.

૨૦૧૧માં કરીના કપૂરે શ્રીદેવીના નૃત્યો-ગીતો રજૂ કરીને શ્રીને માન આપ્યું હતું. કરીનાએ કહ્યું હતું, ‘શ્રીદેવી અમારા રોલ મોડેલ છે, જેમને જોઈને અમે ઘણી છોકરીઓ ફિલ્મોમાં આવવા માંગતી હતી.’ ૨૦૧૩માંભારતસરકારે શ્રીદેવીનેમનોરંજન ઉદ્યોગમાં તેમના પ્રદાન માટે પદ્મશ્રીથીનવાજી સન્માન આપ્યું હતું. તેજ રીતે દક્ષિણનારાજ્યોએ પણ તેમનું સન્માન કર્યું હતું. ૨૦૧૩માં ભારતીય સિનેમાની શતાબ્દી ટાણે સીએનએન – આઈબીએન દ્વારા થયેલાં સર્વેક્ષણમાં શ્રીદેવીને‘સો વર્ષની મહાન અભિનેત્રી’નું બિરુદ અપાયું હતું.

૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ શ્રીદેવીનો જન્મ તમિલનાડુના શિવકાશીમાં થયો હતો. તમિલ પિતા અયપ્પાન અને તેલુગુ માતા રાજેશ્વરીના તેઓ સંતાનહતાં. પિતાજી વકીલ છે. શ્રીદેવીને એક બહેન અને બે સોતેલા ભાઈઓ છે. એંશીના દાયકામાં મિથુન ચક્રબર્તી સાથે શ્રીના ઘનિષ્ઠ સંબંધો હતાં. રાકેશ રોશનની ‘જાગ ઉઠા ઇન્સાન’ (૧૯૮૪)ના સેટ પર તેઓ નજીક આવ્યાં હતાં. તેમણે લગ્ન કર્યા હોવાની પણ અટકળો હતી. જયારે એક સામયિકે તેમનું મેરેજ સર્ટીફીકેટ પ્રગટ કર્યું ત્યારે મિથુને લગ્ન કર્યા હોવાનું કબુલ પણ કર્યું હતું. જોકે ત્યાર બાદ શ્રીદેવીએ નિર્માતા અને અભિનેતા અનીલ કપૂર અને સંજય કપૂરના મોટા ભાઈ બોની કપૂર સાથે લગ્ન કર્યા. તેમને જાન્હવી અને ખુશી નામકબે દીકરીઓ છે.

શ્રીદેવીને ભરચક, આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. ‘મિન્દુમ કોકિલા’ (તમિલ), ‘ક્ષણ ક્ષણમ’ (તેલુગુ), ‘ચાલબાઝ’, ‘લમ્હેં’, ‘નગીના’ અને ‘મિ. ઇન્ડિયા’, ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ (૨૦૧૫) અને તે ઉપરાંત, તેમને ‘સદમા’, ‘ચાંદની’, ‘ખુદા ગવાહ’, ‘ગુમરાહ’, ‘લાડલા’, ‘જુદાઈ’ તથા ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ માટે નોમિનેશન મળ્યું હતું.

શ્રીદેવી સૌના ચહિતા હતાં, તેઓ માસૂમ, નટખટ અનેપૂરા નૌટંકી હતાં.ગંભીર, કોમેડી, ડ્રામા તમામ પ્રકારની ફિલ્મો તેઓ અદભુત કરતાં હતાં.ભારતીય શાસ્ત્રીય નૃત્યોથી માંડી અનેક પ્રકારના લોકનૃત્યો અને પાશ્ચાત્ય નૃત્યો પણ તેઓ આસાનીથી કરતાં. બોની કપૂર સાથે પરણીને તેઓ ઘણો બિઝનેસ અને અનેક સામાજિક કાર્યો પણ કરતાં હતાં. દક્ષિણના દર્શકો તો શ્રીદેવીને અમ્મા કહીને સંબોધતા અને તેમના મંદિર બનાવતાં.

 

૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ દુબઈની જુમેઈરાહ અમીરાત ટાવર્સ હોટેલના ગેસ્ટ રૂમમાં શ્રીદેવી મૃત હાલતમાં મળ્યાં. સત્તાવાર કોરોનરના હેવાલમાં એવું જણાયું કે તેઓ બાથટબમાં આકસ્મિક રીતે ડૂબીને મૃત્યુ પામ્યાં હતાં. તેમના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ ત્યારે શ્રીદેવી સાથેહતા. તેમના નિધનના સમાચાર દેશ વિદેશમાં ફરી વળ્યાં અને સમગ્ર ભારતીય ઉપખંડમાં શોકનું અને તેમના મૃત્યુ અંગેના રહસ્યનું મોજું ફરી વળ્યું હતું.

શ્રીદેવીના યાદગાર ગીતો:

સૂરમઈ અખિયો સે, અય ઝીંદગી ગલે લગા લે – સદમા, આજ રાધા કો શ્યામ યાદ આ ગયા – ચાંદ ક ટુકડા, ધિક તાના ના – લાડલા, હવા હવાઈ, કાટે નહીં કટતે – મિ. ઇન્ડિયા, કભીમૈ કહું, મેરી બિંદીયા તેરી નીંદિયાં – લમ્હે, રંગ ભરે બાદલ સે, મેરે હાથો મેં નવ નવ ચૂડિયા હૈ, લગી આજ સાવન કી ફિર સે - ચાંદની, નૈનો મેં સપના, તાકી ઓ તાકી – હિમ્મતવાલા, તું મુઝે કુબૂલ – ખુદા ગવાહ.