Page Views: 25336

આ વર્ષે સરકાર ૩૭ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરશે

ત્રણ વર્ષમાં ૬૦ હજર હાજર જગ્યાઓ પર ભરતીનું આયોજન : વધુ ભરતીના આયોજન સ્વરૂપે ૧૦ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર બનાવશે

અમદાવાદ-17-07-2019

રાજ્ય સરકાર દ્વારા રોજગારીને લઈને એક મહત્વની જાહેરત કરવામાં આવી છે. જયારે રોજગારીને લઈને સરકાર ઉણી ઉતરતી હોવાના સતત આક્ષેપો સામે જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં કુલ ૬૦ હાજરથી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬ હજારથી વધુ જગ્યાઓ ભરવાની મંજૂરી વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.

નીતિન પટેલે વધુ જણાવ્યું હતું કે, નવી મંજુર થયેલી જગ્યાઓ તથા વિવિધ કારણોસર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આગમી વર્ષમાં ભરવા માટે ફ્રન્ટ લોડિંગ અર્થે રચવામાં આવેલી સ્થાયી સમિતિની મંજૂરી પણ આપવામાં આવી છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ ૧૫ થી વધુ સેવાઓ માટે ૧૬ હજારથી વધુ જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

તેમજ તેમણે જણાવ્યું હતું કે અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર  સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત ૬૦ હાજર જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે  ૩૭ હાજરથી વધુ અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે ૧૧,૬૦૦ અને ૧૧,૩૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. જયારે રાજ્ય સરકાર દ્વારા ૧ લાખ ૫૩ હજાર કરતા પણ વધુ ભરતીના આયોજન સ્વરૂપે ૧૦ વર્ષ માટે ભરતી કેલેન્ડર બનાવી રાજ્ય સરકારની કચેરીમાં કર્મચારીઓની ભરતી હાથ ધરવામાં આવશે.