Page Views: 24152

સેવન્થ ડે સ્કુલમાં ફી વધારાને લઈને વાલીઓએ રેલી યોજી પોલિસ કમિશ્નર-એફઆરસીને કરી રજૂઆત

સ્કુલવાન-રિક્ષાની હડતાલ સાથે ચાર્જ બમણાની વાતને પગલે વાલીઓમાં રોષ

સુરત

શાળાઓ દ્વારા ફી વધારી દેવમાં આવી છે. જયારે આરટીઓની સઘન કાર્યવાહી બાદ વાન-રિક્ષા ચાલકો દ્વારા પણ ચાર્જ ડબલ કરી દેવામાં આવ્યો છે. તેમજ હડતાલ ચાલુ રાખી છે. જેથી વાલીઓ દ્વારા ફી વધારાનો અને સ્કુલવાન-રિક્ષા ચાલકોની હડતાલ અને ચાર્જનો પણ વિરોધ થઇ રહ્યો છે.

:::::વાલીઓએ પોલિસ કમિશ્નર-એફઆરસીને કરી રજૂઆત::::::

જયારે આજે  અઠવાલાઇન્સની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા કરાયેલા ફી વધારાના વિરોધમાં ત્રીજા દિવસે પણ વાલીઓએ સ્કૂલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ મોટી સંખ્યામાં શાળા પર એકત્ર થઈને વિદ્યાર્થોઓને શાળામાં જતા અટકાવી અભ્યાસથી દૂર રાખ્યા હતા. તેમજ ફીમાં કરયેલા ૪૨ થી ૪૫ ટકાના ફી વધારા સામે રાહતની માંગણી સાથે મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ બહારથી રેલી કાઢી પોલીસ કમિશનર કચેરી જઈને પોલિસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું હતું. તેમજ વાલીઓએ એફઆરસી કમિટી પાસે જઈને રજૂઆત કરી હતી. જેમાં વાલીઓએ જણાવ્યું હતું કે ફીમાં મસમોટો વધારાની સાથે શાળા દ્વારા ડોનેશન અને પરીક્ષાની સપ્લીમેન્ટ્રીનો પણ ચાર્જ વસુલવામાં આવે છે, બેંચ અને પંખા સહિતની મુળભૂત સુવિધાઓ પણ પુરતી નથી. આ બધાં મુદ્દા આધારિત એક ફરિયાદ એફઆરસીને કરતાં એફઆરસીએ વાલીઓ પાસે પુરાવા માંગીને આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

::::::સ્કુલવાન-રિક્ષા ચાલકો ની હડતાલ અને ચાર્જ બમણા કરવાને કારણે વાલીઓમાં રોષ:::::::

જયારે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી શરુ કરવામાં આવતાની સાથે જ રિક્ષા ચાલકો અને વાન ચાલકો દ્વારા હડતાલ પડી દેવામાં આવી છે. જેને કારણે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ જે મુકવા જવા પડી રહ્યા છે. જેને લઈને પડતી તકલીફને કારણે વાલીઓ પરેશાન થઇ ગયા છે. તેમજ આરટીઓના નીતિનિયમોને ધ્યાને લઈને વાન-રિક્ષા ચલાવવા સ્કૂલઓટો ચાલકોએ ભાડમાં બમણો વધારો કરી દેતા વાલીઓ રોષે ભરાયા હતા. રૂપિયા ૬૦૦ને બદલે બાળક દીઠ રૂપિયા ૧૨૦૦ ચાર્જ જાહેર કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ હડતાલને પગલે વાલીઓએ બાળકોને જાતે શાળાએ લેવા મુકવા જવું પડી રહ્યું છે. તેવામાં ચાર્જ બમણો કરતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેનો આજે શારદાયતન સ્કુલ બહાર વાલીઓએ ભેગા થઇને  વિરોધ કર્યો હતો.