Page Views: 13844

પશ્ચિમ બંગાળના સાંસદ અધીર રંજન ચૌધરી લોકસભાના કોંગ્રેસના નેતા બનશે

રાહુલ ગાંધીએ ના પડતા જ અધીર રંજન ચૌધરીના નામને કોંગ્રેસ દ્વારા મહોર મારવામાં આવી

નવીદિલ્હી-18-06-2019

કોંગ્રેસ દ્વારા આજે પશ્ચિમ બંગાળના બહરામપુરના સાંસદ તરીકે ચૂંટાયેલા અને બંગાળ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના નામને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે મહોર મારવા માં આવી છે. આ પદ પહેલા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે પાસે હતું. જયારે પાર્ટી મીટિંગમાં રાહુલ ગાંધીએ આ પદનો અસ્વીકાર કર્યો હતો.

લોકસભાના અધ્યક્ષની ચૂંટણી અને એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે વડાપ્રધાન મોદીએ બોલાવેલી સર્વદળિય બેઠકને લઇને કોંગ્રેસે ચર્ચા કરી હતી. આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓની એક બેઠક આજે યોજાઇ હતી. જે બેઠક લોકસભાના કોંગ્રેસના નેતા તરીકે અધીર રંજન ચૌધરીનું નામ પ્રસ્તાવિત કરાયું હતું. આ પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ના પાડતા અધીર રંજન ચૌધરીના નામ પર મહોર લાગી હોવાનું જાણવા મળ્યું છે.અધીર રંજન ચૌધરીનું  નામ બંગાળ કોંગ્રેસના મજબૂત નેતાઓમાં લેવાય છે.