Page Views: 18069

જુદી જુદી ફર્મ ઉભી કરીને કરોડોની છેતરપીંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

ટોળકી પાસેથી ૧૮ બેકના એટીએમ કાર્ડ અને ૧૨ અલગ અલગ જીએસટી નંબર મળ્યા

સુરત-19-03-2019

અલગ અલગ રાજ્યોમાં ખોટી ફર્મ બનાવીને ડુપ્લીકેટ પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી કરોડોની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગને સુરતની સલાબતપુરા પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી દ્વારા સુરતમાં ૩ કરોડ ૭૦ લાખની ચીટીંગ કરવામાં આવ્યું છે. પોલીસે તેમની પાસેથી જુદી જુદી બેન્કના ૧૮ એટીએમ કાર્ડ અને અલગ અલગ ૧૨ જીએસટી નંબર મળી આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, સલાબતપુરા પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈ દિગ્વિજયસિંહ રાઠોડને બાતમી મળી હતી. એ મુજબ સુરત રીંગરોડ પર પોલીસે વોચી ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે બે સક્શોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસેમુલ તમીલનાડુના અને  ઉધના વિસ્તારમાં રહેતા બાલામુરગન ચેટ્ટી અને શ્રીનિવાસ દાસરીની ધરપકડ કરી હતી. પોલીસે તેમના ૬ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી.

::::: ટોળકીએ ચાર કરોડથી વધુની છેતરપીંડી કરી :::::

ઉધના સત્યાનગર ખાતે એસ.એસ.એજન્સી ના નામે સુરતના અલગ અલગ વેપારી પાસેથી કુલ રૂપિયા ૭૦ લાખની છેતરપીંડી કરી હતી. તેમજ ઇન્ડિયા માર્કેટમાં શ્રી રાજાગણપથી ટ્રેડીંગના નામે રૂપિયા ૩ કરોડની છેતરપીંડી કરી હતી. તેમજ કોલકાતા ખાતે અને વારાણસીમાં પણ રૂપિયા ૪૦ લાખની છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી.

::::: છેતરપીંડીનો માલ રોકડેથી ૪૦ ટકા સસ્તા ભાવે વેચી દેવાતો હતો :::::

આ છેતરપીંડીનો માલ તમિલનાડુ મોકલાવી ત્યાના પાર્ટનર મુર્ગેશ, સુખદેવ, મગેશ સહિતનાઓ દ્વારા રોકડેથી ૪૦ ટકા સસ્તા ભાવે તમામ માલ વેચી નાખ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી જુદી જુદી બેન્કના કુલ ૧૮ એટીએમ કાર્ડ કબજે કર્યા હતા. તેમજ ૧૨ જીએસટી નંબર મળી આવ્યા હતા. તેમજ બે અલગ અલગ નંબરના પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપીઓને લઈને વધુ તકલીફ હાથ ધરી છે.