Page Views: 17709

મુંબઈ વરલીના દરિયામાં એક બોટ ડૂબી : એક લાપતા- છને બચાવાયા

તટરક્ષક દળોએ તેમની બે નૌકા તથા એક હેલિકોપ્ટરની મદદથી કામગીરી કરી

મુંબઈ-18-03-2019

મુંબઈના વરલી ના દરિયામાં આજે એક બોટ ડૂબી ગઈ હતી. જેમાં સવાર સાત લોકો પૈકીના છને કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જયારે એક હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈમાં આજે સવારે વરલી પાસેના દરિયામાંરેવતીનામની એક બોટ ડૂબી ગઈ હતી. તટરક્ષક દળોએ માહિતી મળતાં તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અમર્ત્યનૌકાની મદદથી છ લોકોને બચાવી લીધાં હતા. એમાં એક જણ લાપતા છે. જેની શોધખોળ તટરક્ષક દળોએ તેમની બે નૌકા તથા એક હેલિકોપ્ટરની મદદથી કામગીરી કરી હતી. બચી ગયેલા છ જણને પ્રાથમિક સારવાર અપાયા બાદ હવે તેમની સ્થિતિ સુધારા પર છે.

કોસ્ટ ગાર્ડ અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, વરલી પાસેના દરિયામાં રેવતીનામની એક બોટ ડૂબી ગઈ હતી. જેમાં સાત માણસો સવાર હતા અને મુંબઈથી તારાપુર જવા રવાના થયા હતા. ત્યાં તટરક્ષક દળોને આ માહિતી મળતાં જ દરીયાઈ સુરક્ષા માટે તહેનાત અમર્ત્યનૌકાને આ બચાવ કાર્ય માટે વાળી લેવામાં આવી હતી. ઘણી જહેમતને અંતે છ લોકોને બચાવી લેવાયા હતા. એમાં લાપતા એક વ્યક્તિની શોધખોળ માટે કૉસ્ટ ગાર્ડે બે નૌકા તેમજ એક હેલિકોપ્ટર કાર્યરત કર્યાં છે.