Page Views: 52852

સુરત લોકસભાની બેઠક પર ભાજપમાંથી દલિત સમાજના ઉમેદવારને ટીકીટ આપવા માંગ

કાંતિ રાંદેરિયાની આગેવાનીમાં માનદરવાજા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્ર થઇ કરી માંગ

સુરત-

લોકસભાની ચુંટણીને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારી કરી રહી છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે સાથે  કેટલાક વિસ્તારોમાં ઉમેદવારોને સંભાળવામાં આવી રહ્યા છે. જયારે આ લોક સભાની સીટ મેળવવા વિવિધ શહેરોમાં કાર્યકરો દ્વારા પોતાના માનીતા ઉમેદવારને સીટ મળે તે માટેના પ્રયાસો કરવાની સાથે માંગ કરવામાં આવી રહી છે.

સુરતમાં લોક સભાની બેઠક માટે દલિત ઉમેદવારને ભાજપ માંથી ટીકીટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે. લોકસભાની ચુંટણીને ધ્યાન રાખીને તમામ અગ્રણી કાર્યકરો સીટ માટે આગળ આવી રહ્યા છે. જયારે સુરતમાં દલિત સમાજના મતદારોની સંખ્યાને અવગણી શકાય તેમ નથી. તે પણ એક મોટો પ્રભાવ પાડી શકે તેમ છે. જયારે અગાઉની વિગતો જોઈએ તો દક્ષિણ ગુજરાત ભરૂચ થી ઉમરગામ તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં કુલ ૧૨ ટકા દલિત સમાજની વસતી ધરાવતો દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં આઝાદી પછી કોઈ પણ દલિત સમાજને લોકસભાની ટીકીટ આપવામાં આવી નથી. જેને ધ્યાને રાખીને સમગ્ર દલિત સમાજ દ્વારા આજે માનદરવાજા આંબેડકરની પ્રતિમા પાસે કાંતિ રાંદેરિયાની આગેવાનીમાં ભેગા થઈને દલિત સમાજના આગેવાનને લોકસભાની બેઠકની ટીકીટ મળે તેવી માંગ કરી હતી.