Page Views: 23777

સુરત સહીત રાજ્યના તમામ જિલ્લાઓમાં એસટી કર્મચારીઓનો ભારે વિરોધ

કર્મચારીઓએ અર્ધનગ્ન બનીને વિરોધ નોંધવ્યો : તેમજ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

સુરત-22-02-1019

સુરત સહીત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. પોતાની માંગણીઓને સરકારે કોઈ મચક ન આપતા એસટી કર્મચારીઓનો રોષ હવે ફાટી નીકળ્યો છે. એસટી કર્મચારીઓએ આજે બીજા દિવસે વિરોધ માટે એક નવું શસ્ત્ર આગામ્યું છે. રાજ્યભરમાં અનેક શહેરોમાં એસટી કર્મચારીઓ આજે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો હતો.

સુરતમાં એસટી કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનતુ જોવા મળ્યું હતું. રોષે ભરાયેલા એસટી કર્મચારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો બીજી તરફ, સરકારે ખાનગી વાહનોની સુવિધા શરૂ કરતા રોષે ભરાયેલા કર્મચારીઓ અર્ધનગ્ન થઈને રસ્તા પર સૂઈ ગયા હતા. તેમની એક જ માંગણી છે કે સરકાર અમારી માંગણી પૂરી કરો. તેમણે કહ્યું કે, અમારી માંગણી પૂરી નહિ થાય તો પ્રાઈવેટ ગાડીઓ નહિ જવા દાઈએ. પગારપંચની જાહેરાત થશે તો હડતાળ સમેટી લઈશું. નહિ તો વોલ્વો બસ કાઢવી હોય તો અમારી લાશ પરથી કાઢો.

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં એસટીકર્મચારીઓ દ્વારા ભારે દેખાવ કરવામાં આવ્યા હતા. જયારે જામનગરમાં રોષે ભરાયેલા એસટી કર્મીઓ દ્વારા લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી હતી. તેઓએ જામનગરમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમનો પણ બહિષ્કાર કરાશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં હાલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમ યોજાવાના છે, ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમ સમયે એસટી કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી અપાઈ છે. તો બીજી તરફ, એસટી કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ  જોડાયા હતા. રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર  કરીને અર્ધનગ્ન અવસ્થામાં એસટી કર્મીઓએ ડેપોની પ્રદિક્ષણા કરી હતી અને આખા ડેપોને બાનમાં લીધું હતું. એસટી કર્મીઓ દ્વારા રાજ્ય સરકાર વિરૂદ્ધ છાજીયા લેવામાં આવ્યા. એસટી ડેપોમાં વાતાવરણ ઉગ્ર બનતા પોલીસ પહોંચી હતી. એન.એસ.યુ.આઇ અને યુથ કોંગ્રેસે પણ એસટી કર્મચારીઓની હડતાળને ટેકો જાહેર કર્યો છે અને એસટી ડેપો મેનેજરની ખાલી ખુરશીને આવેદનપત્ર અપાયું હતું.

બીજી તરફ ST પ્રવાસ કરતા હજારો પ્રવાસીઓ હડતાલને કારણે હાડમારીનો સામનો કરી રહ્યા છે. મુસાફરી માટે ટ્રેન સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મુસાફરોનો ધસારો વધી ગયો હોવાને કારણે સેનો ખીચોખીચ થઈ છે.