Page Views: 28143

સેનામાં જોડાવાની ધગસ સાથે ડીંડોલીમાં ૩૫ યુવાનોની પ્રેક્ટીકલ તાલીમ

હાલ સુધીમાં સાત યુવાનો સેનામાં જોડાયા : તેઓ પણ ટીપ્સ આપી રહ્યા છે

સુરત-21-02-2019

પુલવામામાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાએ દેશમાં આક્રોશનો જુવાળ જગાવ્યો છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ૩૫ જેટલા યુવાનો સેનામાં ભરતી થવાની તમન્ના સાથે છેલ્લા કેટલાક સમયથી ફિઝીકલ અને પ્રેક્ટિકલ તાલીમ લઇ રહ્યા છે. આ યુવાનોની દેશભક્તિ ચરમસીમા પર છે અને દેશ માટે કશું કરવા હેતુસર તેઓ દિન રાત મહેનત કરી ભારતીય સેનામાં જોડાવા માંગે છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં શહેરના લોકો ૩૫ યુવાનોને તનતોડ મહેનત કરતા જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જે રીતે આર્મીમાં જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે. તે જ રીતે આ યુવાનો ફિઝિકલ ટ્રેનિંગ લઇ રહ્યા છે. યુવાનોના આ ગ્રુપની એક જ ઇચ્છા છે કે તેઓ પોતાને એવી રીતે તૈયાર કરે કે ભારતીય સેનામાં સામેલ થઈ શકે. શહેરના ડિંડોલી વિસ્તારમાં ૩૫ જેટલા યુવાનો સેનામાં ભરતી થવાની તમન્ના સાથે છેલ્લા સાતેક મહિનાથી ફિઝીકલ અને પ્રેક્ટિકલ તાલીમ લઇ રહ્યા છે. 'દોડ યહી જિંદગી હૈ' નામના ગ્રુપ દ્વારા ફિઝિકલ પ્રેક્ટિસ માટે ડીંડોલી તળાવ પાસે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. શહેરના આ યુવાનો નું એક જ લક્ષ્ય છે કે તેઓ દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરવા માટે સેનામાં ભરતી થાય. પ્રેક્ટિસ કરવા આવતા યુવાનો પૈકી કેટલાક યુવાનો આર્મીમાં જોડાયા છે. જેથી તેઓ રજાના દિવસોમાં આવે ત્યારે આ યુવાનોને મહત્વની ટિપ્સ આપતા હોય છે.