Page Views: 47412

પાકિસ્તાનની ૨૦૦થી વધુ વેબસાઈટ હેક કરી હેકરોની જવાનોને શ્રદ્ધાંજલિ

પાકિસ્તાનની વેબસાઈટ ખોલે તો પુલવામાના જવાનોને શ્રદ્ધાંજલિ આપતો મેસેજ આવે છે

સુરત-20-02-2019

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા વિરોધ કરવાની સાથે આતંકીઓ સામે અને પાકિસ્તાન સામે ખરા અર્થમાં પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે આતંકી હુમલાનો સામે વિવિધ રીતે દેશભરના લોકો વિવિધ રીતે કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન અને આતંકીઓના વિરોધમાં અને જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હેકરો આગળ આવ્યા છે. હેકરો દ્વારા પાકિસ્તાન પર એટેક કરવામાં આવ્યો છે. હેકરોએ પાકિસ્તાનની ગવર્મેન્ટ વેબસાઈટ કે પાક ડોમેઈન ધરાવતી વેબસાઈટ પર એટેક કરીને વેબસાઈટ હેક કરી છે. હેકરો દ્વારા વેબસાઈટોને હેક કરીને પુલવામા એટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો મેસેજ મૂકી દેવામાં આવ્યો છે. જેથી જે કોઈ પણએ વેબસાઈટ ખોલે ત્યારે પુલવામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો મેસેજ ખુલે છે. હેકરો દ્વારા આશરે ૨૦૦ થી વધુ વેબસાઈટ હેક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.