Page Views: 16527

કતારગામ જીઆઈડીસીમાં આવેલ મોબાઈલની દુકાનમાં ચોરી કરવા ગયેલા ચોરો ૧૫ લાખના મોબાઈલ સાથે રંગેહાથ પકડાયા

દુકાનમાં ચોરી કરી રહ્યા હતા, એ દરમિયાન પોલીસ પહોચી જતા પકડાયા : પોલીસથી ગભરાઈ એક ચોરે ત્રીજા માળેથી છલાંગ લગાવી

સુરત-15-12-2018

કતારગામ વિસ્તારમાં જીઆઈડીસીમાં મેઈન રોડ પર આવેલી ભાટિયા મોબાઈલ માંથી તસ્કરો રૂપિયા ૧૫ લાખના ૯૫ મોબાઈલની ચોરી કરી ફરાર થવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે ચોરોને પકડી પડ્યા હતા. પોલીસે બે ચોરોની ધરપકડ કરી હતી. જયારે અન્ય એક ત્રીજા માળેથી છલાંગ લગાવતા તેને ગંભીર ઈજા થઇ હતી. જેને પોલીસે ઝડપી લઇ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હાલ પોલીસે ચોરોને લઈને વધુ તપાસ શરુ કરી છે.

કતારગામ જીઆઈડીસીના મેઈન રોડ પર આવેલી ભાટિયા મોબાઈલની દુકાનમાં ગતરોજ મોડી રાત્રે અજાણ્યા તસ્કરો દુકાનનું શટર ઉચું કરીને ચોરી કરવ્ચા અંદર ઘુસ્યા હતા. જેમાં એક તસ્કર દુકાનની બહાર ધ્યાન રાખી રહ્યો હતો. અન્ય બે ઈસમો દુકાનમાં પ્રવેશ કર્યો હતો. અને પ્લાસ્ટિકના બેગમાં મોબાઈલ ભરવા લાગ્યા હતા. સાથે દુકાન માં તોડફોડ પણ કરી હતી. તસ્કરોએ રૂપિયા ૧૫ લાખના ૯૫ મોબાઈલની ચોરી કરી હતી. જે તસ્કરો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જયારે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસને કંઇક અજુગતું લગતા પોલીસે દુકાન નજીક તપાસ કરી હતી. જયારે ચોરી કરતા ચોરોને પોલીસ આવ્યાની જાણ થતા તસ્કરોએ ભાગવાની કોશિશ કરી હતી. જે દરમિયાન પોલીસે બે ચોરોને પકડી પડ્યા હતા. તેઓની પૂછપરછ કરી અન્ય એકની પણ સંડોવણી હોવાની જાણ થતા તેને પકડવા ગયા હતા. દરમિયાન ત્રીજા માળે રહેલા ચોરે પકડાઈ જવાના ડરે છલાંગ લગાવી હતી. જેથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. આ અંગે દુકાન માલિક મુકેશ હિરપરા પાસેથી ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.