Page Views: 53624

વેસ્ટર્ન રેલવે દ્વારા આજે સચિન મરોલી વચ્ચે મેગા બ્લોકને કારણે ચાર ટ્રેનો મોડી દોડશે

મુસાફરોને ઓન લાઇન સમય જોઇને યાત્રા કરવા જણાવાયું

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

 

વેસ્ટર્ન રેલવે દ્વારા સચીન અને મરોલી રેલવે સ્ટેશન વચ્ચે   ઍલ.સી. ગેટના કામ માટે વેસ્ટર્ન રેલવેઍ સવારે ૧૦ઃ૫૦થી ૧૪ઃ૨૦ સુધી ડાઉન લાઇન પર મેગા બ્લોકની જાહેરાત કરી છે. જેના કારણે બોરીવલી-સુરત મેમુ ટ્રેનને નવસારી સુધી જ દોડાવવામાં આવશે. જયારે બંને તરફની સૌરાષ્ટ્ર ઍક્ષપ્રેસ અને દુરન્ટો ઍક્ષપ્રેસ ટ્રેન મોડી પડશે. રેલવે દ્વારા બપોરે ૧૪ઃ૨૦ સુધીમાં આ કામ પુરુ થઇ જશે. રેલવેઍ પેસેન્જરોને ઓનલાઇન સમય જોઇને જ યાત્રા કરવા જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં વસતા લોકો માટે કોલ્હાપુરથી રાજકોટ સુધી ટ્રેન શરુ કરાશ લગ્નસરાની આગામી સીઝનને જાતા વેસ્ટર્ન રેલવેઍ મહારાષ્ટ્રના છત્રપતિ શાહૂ મહારાજ ટર્મિનસ ઍટલે કે કોલ્હાપુરથી રાજકોટ વચ્ચે પ્રયોગિક ધોરણે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. બુધવારે ૨૩ઃ૪૫ કલાકે કોલ્હાપુરથી આ ટ્રેન રવાના થશે અને બીજા દિવસે ૨૨ઃ૫૫ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન મિરજ, સતારા, પુણે, લોણાવાલા, કલ્યાણ, વસઇ, સુરત વડોદરા, અમદવાદા અને વિરમગામ રેલવે સ્ટેશને પહોંચશે. ટ્રેનમાં સ્લીપર કલાસ અને થ્રી ટાયર ઍસીના કોચ હશે.