Page Views: 51268

એસ ટી બસ હાઇજેક કરી ત્રણ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની જણસની લૂંટ

મહેસાણા વોટર પાર્ક નજીક એચ.પ્રવિણ, વસંત અંબાલાલ અને જંયતિ સોમા આંગડીયાના ડિલીવરી મેનને લુંટી લુટારા ફરાર

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતેથી અમદાવાદ તરફ આવી રહેલી એસ ટી બસને હાઇજેક કરીને લુંટારાઓએ ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીને લુંટી લીધા હતા. લુંટારૂઓ મુસાફરના સ્વાંગમાં બસમાં બેઠા હતા અને ત્યાર બાદ લાખો રૂપિયાની જણસ લુંટી પલાયન થઇ ગયા હતા.

મહેસાણા રૂરલ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરૂવારે બપોર બાદ પાલનપુરથી અમદવાદ તરફ આવી રહેલી એસટી બસ નંબર જીજે-18-બી એ 5087 માં પાલનપુરથી જ મુસાફરના સ્વાંગમાં કેટલાક લુંટારૂઓ બેઠા હતા. આ લુંટારૂઓ પૈકી એક લુંટારાએ બસના ડ્રાયવરના લમણે રિવોલ્વર તાંકી અને બસને હાઇજેક કરી લીધી હતી. બાદમાં આ બસ મારફત અમદાવાદ ખાતે જોખમની ડિલિવરી કરવા માટે જઇ રહેલા એ.પ્રવિણ, વસંત અંબાલાલ અને જયંતિ સામો આંગડીયા પેઢીના ત્રણ કર્મચારીને મારપીટ કરી તેમની પાસેથી ત્રણ થેલામાં રાખવામાં આવેલી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિતની લાખો રૂપિયાની જણસ લુંટી લીધી હતી. આ લુંટ ચલાવ્યા બાદ તમામ લુંટારૂઓ બસમાંથી ઉતરી અને સામેની તરફથી આવતી એસ ટી બસમાં ફરી વખત પાલનપુર તરફ નાસી છુટ્યા હતા.

બસના મુસાફરો પૈકી એક નિવૃત પીએસઆઇના પુત્રએ સમગ્ર ઘટના અંગે તેના પિતાને જાણ કરી હતી અને આ પીએસઆઇએ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને ઘટના અંગે જાણકારી આપી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને લુંટારૂનું પગેરૂ દાબવાનો પ્રયાસ કર્યો હતો પંરુત તેમને કોઇ લુંટારૂ હાથ લાગ્યા ન હતા. આ બનાવ અંગે મહાસાણા રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.