Page Views: 20025

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચેલા પ્રવાસીઓને પ્રવેશ ન મળતા મચાવ્યો હોબાળો

સોમવારે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રહે છે પ્રવેશ બંધ

અમદાવાદ-19-11-2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી એક મીશાલની સાથે ત્યાનું મેનેજમેન્ટ ધીમે ધીમે પ્રવાસીઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે બંધ રહશે તેવી જાહેરાત ન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે પહોચતા હોબાળો મચ્યો હતો. જયારે અન્ય વ્યવસ્થાને કારણે પણ લોકોએ પરેશાની નો ભોગ બની રહ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ ૧૮૨ મીટરની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત કરવામાં આવી છે. જેને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જોકે મોટી સંખ્યામાં લોકોના ઘસારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેનેજમેન્ટ અને વ્યવસ્થા પણ કથળેલી બહાર આવી છે. ત્યાં જતા લોકોને સાંકડા રસ્તા, પાર્કિંગ અને લાંબી લાઈનોમાં ઈભા રહેવા સહિતની હાલાકીનો સામનો કરી રહ્યા હતા. જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે અઠવાડિયામાં એક દિવસ બંધ રહેવાની જાહેરાત કરવાનું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ન હતી. સરકાર દ્વારા સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે છે. જેની જાણ ન હોવાને કારણે લોકો સોમવારે પણ મોટી સંખ્યામાં પહોચી જાય છે. જયારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાને કારણે ત્યાં જોવા પહોચેલા પ્રવાસીઓને પ્રવેશ ન આપવામાં આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે તેમ છતાં તેઓએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.