Page Views: 3814

કામવાળીના સ્વાંગમાં ઘરકામ કરવા આવી ચોરી કરતી બે મહિલા ઝડપાઈ : ૭ ગુનાઓનો ભેદ ઉકેલાયો

ઘર માલિકને વાતમાં ભોળવીને બંને મહિલાઓ નજર ચૂકવી ચોરી કરતી હતી

સુરત-21-09-2018

શહેરમાં વિવિધ જગ્યા પર કામવાળીના સ્વાંગમાં ઘરકામ કરવા આવી ચોરી કરી નાશી જતી બે મહિલા ચોરને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે ઝડપી પડી કુલ ૭ ગુનાઓનો ભેદ ઉકેલી રાખ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ મળેલી બાતમીના આધારે પાંડેસરા હેડગેવાર પુલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન આવેલી બે મહિલાઓને પોલીસે પકડી પડી હતી. જેમાં પોલીસે ટીનાબેન રાજુભાઈ પાસવાન અને ભારતીબેન બબલુ નિસાદની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, અને અન્ય દાગીના મળીને કુલ રૂપિયા ૧ લાખ ૪૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતા તેમણે અડાજણ વિસ્તારમાં કરેલી કુલ ૬ અને એક ખટોદરા વિસ્તારમાં કરેલી નોકર ચોરીની કબુલાત કરી હતી. બંને મહિલાઓ પ્રથમ કામવાળીના સ્વાંગમાં ઘરમાં કામકાજ કરવા માટે જઈને ઘર માલિકની નજર ચૂકવીને ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી ને અંજામ આપતી હતી. જે બંને ચોરને પકડી પાડવામાં ક્રાઈમબ્રાંચ પોલીસે સફળતા મેળવી છે. હાલ પોલીસે બંને ચોરને લઈને કાર્યવાહી હાથ ધરી છે.