Page Views: 18139

ગુજરાત સરકારે ખેડૂતોને અકસ્માતની સહાયમાં બમણો વધારો કર્યો

અકસ્માતે મૃત્યુ થાય તો ૨ લાખ અને ગંભીર ઈજા કે કોઈ અંગ ગુમાવે તો ૧ લાખની સહાય કરાઈ

ગાંધીનગર-20-09-2018

ગુજરાત સરકારે અકસ્માતે મૃત્યુ થતા ખેડુતોની સહાયમાં વધારો કરયો છે. જેમાં અગાઉ અપાતી ૧ લાખ રૂપિયાની જગ્યાએ હવે ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે અકસ્માતે ગંભીર ઇજા અથવા કોઇ અંગ ગુમાવે તો તેમને ૫૦ હજારની જગ્યાએ ૧ લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ખેડુત ખાતેદારના પરિવારમાં કોઇપણ સભ્યનું અકસ્માતે મૃત્ય થાય તો ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ આયોજીત કરી હતી. પત્રકાર પરિસદમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે અગાઉ ગુજરાત સરકાર તરફથી કોઇ પણ ખેડૂત ખાતેદારનું અકસ્માતે મૃત્યુ થાય તો અકસ્માત વિમા યોજના અંર્તગત ૫૦ હજારની સહાય અને જો કોઇ ખાતેદાર ખેડુતને ગંભીર ઇજા થયા અથવા તો અગત્યનું અંગ ગુમાવવાનો વારો આવે તો તે ખેડુતને ગુજરાત સરકાર દ્વારા ૨૫ હજાર સહાય આપવામાં આવતી હતી. ત્યારબાદ અમે આ સહાયમાં વધારો કર્યો હતો અને અકસ્માતે મૃત્યુ થાય ત્યારે ૫૦ હજારને બદલે ૧ લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી અને જો કોઇ ખાતેદાર ખેડુતને ગંભીર ઇજા થાય તો ૫૦ હજારની સહાયનું ધોરણ વધારવામાં આવ્યું હતું. જેમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સહાયમાં બમણો વધારો કરી દેવાયો છે. એક રીતે સરકાર દ્વારા ખેડૂતોને લોલીપોપ પકડાવી દઈને ખેડૂતોના દેવા માફ કરવા માંથી મો વળી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.