Page Views: 23865

ગણેશ ભક્તિમાં સુરતીઓ મશગુલ : તાપીમાં પ્રતિબંધને લઈને પાલિકાએ કુત્રિમ તળાવોના વધારા સહિતની તૈયારી શરુ

તાપીના ઓવારાઓ પર સજ્જડ પોલીસ પહેરો : માટીની મૂર્તિ મુકનાર આયોજકોને સોસાયટીમાં જ મૂર્તિનું વિસર્જન કરવા મેયરની અપીલ

સુરત-19-09-2018

સુરતમાં ગણેશોત્સવને ધામધુમથી લોકો ઉજવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમ સાથે લોકો ભક્તિનો આંનદ માણી રહ્યા છે. શેરી, સોસાયટીઓમાં વિવિધ શણગાર કરવામાં આવ્યો છે. લોકો લાડુ, મોદક અને વિવિધ વાનગીઓ શ્રી ગણેશને જમાડીને સેવા કરી રહ્યા છે. જયારે આ વખતે પાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ તમામ ગણેશ પ્રતિમાઓનું તાપીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ કરવા આવ્યો છે. જેને લઈને તમામ ઓવારાઓ પર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રતિબંધનો લોકો દ્વારા ભંગ કરીને તાપીમાં મૂર્તિને વિસર્જિત કરવા રસ્તા ગોતવામાં આવતા હોવાની વાત બહાર આવતા જ ઓવારાઓ પર પોલીસે સજ્જડ પ્રબંધ કરી દીધો છે.

આગામી ૨૩મી તારીખે શ્રી ગણેશ વિસર્જનને લઈને પાલિકા દ્વારા વિવિધ જગ્યા પર કુત્રિમ તળાવ અને ડુમસ- હજીરાના દરિયામાં વિસર્જન કરવાની તાકીદ કરવામાં આવી છે. તો પાલિકા દ્વારા વિસર્જન કરવાને લઈને શહેરમાં વિવિધ જગ્યાઓ પર કુત્રિમ તળાવની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તાપી નદીમાં વિસર્જનના પ્રતિબંધ ને કારણે પાલિકા દ્વારા કુત્રિમ તળાવની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જયારે પહેલા કરતા તળાવને મોટા પણ કરવામાં આવ્યા છે. જેમાં ૫ ફૂટ જેટલી ઉચાઇ ધરાવતી મૂર્તિનું જ વિસર્જન કરવામાં આવશે. જયારે ૫ ફૂટથી વધુની ઉચાઇ ધરાવતી મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવાનું રહશે. જયારે મેયર ડો.જગદીશભાઈ પટેલ દ્વારા ગણેશ મંડળો અને લોકોને પાલિકાના આયોજન માં ભાગ લઈને પર્યાવરણનું રક્ષણ કરવાની અપીલ કરવામાં આવી છે.