Page Views: 10405

S R T E P C દ્વારા 21થી 23 સપ્ટેમ્બર દ્વારા સોર્સ ઇન્ડિયા 2018નું આયોજન

મેન મેઇડ ફાઇબરના મેગા શોમાં 20 કરોડ ડોલરનો ઓર્ડર મળવાની સંભાવના સુરત-19-8-2018

 સુરત-19-9-2018

 

 

S R T E P C દ્વારા મેન મેઇડ ફેબ્રીક્સ ફિલ્ડમાં ભારતની શક્તિને પ્રદર્શિત કરવા માટે ગુજરાતમાં સુરતના સરસાણા ખાતે આવેલા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી 21 થી 23 સપ્ટેમ્બર દરમ્યાન સોર્સ ઇન્ડિયા 2018નું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગે વિગતો આપતા S R T E P C ના ચેરમેન નારાયણ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ એક્ઝીબિશનમાં અંદાજે 100 જેટલી ભારતિય ટેક્સટાઇલ કંપનીઓ ભાગ લેશે. જેમાં મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, વેલનોન પોલીએસ્ટર્સ, બોમ્બે ડાઇંગ, પ્રફુલ ગ્રુપ, દોઢીયા સિન્થેટીક્સ, રૂધાની બ્રધર્સ, સંગમ ઇન્ડિયા,રેધન ફેશન, ઓશ્વાલ પ્રિન્ટસ. સિધ્ધી વિનાયક પ્રિન્ટસ, પલ્લવ ગ્રુપ વિગેરે ભાગ લેવાના છે. ઉપરાંત ટેકનીકલ ટેક્સટાઇલ ફિલ્ડમાં મોટા ગ્રુપ ગણાતા પ્રીકોટ મેરીડિયન એકમો પણ પોતાની પ્રોડક્ટ રજૂ કરવાના છે. જેમાં વિશ્વના 34 દેશો જેવા કે, લેટીન અમેરિકા, આફ્ર્રીકા, કોલમ્બીયા,, પેરૂ. બ્રાઝીલ, ધાના, મેક્સીકો, યુએસએ, સાઉથ કોરીયા, વિએટનામ, થાઇલેન્ડ, નાઇઝીરીયા, કેન્યા, ઇજીપ્ત, તુર્કી, યુ.કે, તુર્કી, રોમાનિયા, ચેક રિપબ્લીક વિગેરે દેશોના ઉત્પાદકો અને ખરીદનારા 150થી વધુ કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભારતના મેન મેઇડ ફેબ્રીક્સ, અને તેના મિશ્રણોની તેના વૈવિધ્યસભર અને ટકાઉ ગુણધર્મોને કારણે વિશાળ માંગ છે. સોર્સ ઇન્ડિયાનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય લેવલ પર ખરીદદારોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવાનું છે. આ પ્રદર્શનમાં અંદાજે પાંચ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે અને તેમાં થીમ પેવેલિયનથી માંડીને ભારતિય ટેક્સટાઇલ ઉદ્યોગની વિશેષતાઓ, રંગ, ડિઝાઇન વિગેરે જોવા મળશે. આ પ્રદર્શન થકી વીસ કરોડ અમેરિકન ડોલરનો વેપાર થવાની સંભાવના છે.