Page Views: 3803

સુપ્રીમના ચુકાદાના વિરોધમાં અને પડતર માંગણીઓ સાથે સુરત જીલ્લા બાર એસોસીએશનનું કલેકટરને આવેદન

વકીલોના કામકાજ પર તરાપ મારવાના ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો, સરકાર પાસેથી વકીલોને કલ્યાણકારી યોજનાનો લાભ આપવાની માંગ કરાઈ

સુરત-17-09-2018

સુપ્રીમ કોર્ટ દ્વારા બાર કાઉન્સિલો કે બાર એસોસીએશનોની હડતાલ, બહિષ્કાર અને કામકાજ થી અળગા રહીને કરવામાં આવતા વિરોધને સામે અંકુશ મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજે સુરત જીલ્લા બર એસોસીએશન દ્વારા સુરત જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે વકીલો દ્વારા વિવિધ સેવાનો લાભ આપવાની પણ માંગણી કરવામાં આવી છે.

દેશની વાડી અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા ગત તારીખ ૨૮મી માર્ચના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો કે બાર એસોસીએશનો કે બાર કાઉન્સિલો દ્વારા કોઈપણ પ્રસંગોએ કોર્ટમાં હડતાલ, બહિષ્કાર કે કામથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ મૂકી દેવામાં આવ્યો છે. જેથી વકીલોના હક્ક પર સીધો પ્રહાર થયો છે. જેને પર ફેર-વિચારણા કરવામાં આવે. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વકીલોને વીમા યોજના, મેડીકલેઇમ, પેન્શન. સ્ટાઇપેન્ડ અને અન્ય કલ્યાણ કારી યોજનાનો લાભ આપવાની માંગણી કરવામાં આવી છે. તો ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક પાછું ખેચવાની માંગ કરવામાં આવી છે. તેમજ જયારે પણ વડી અદાલત, અને સર્વોચ્ચ અદાલત માં ન્યાયાધીશની ભરતી કરવામાં આવે ત્યારે બાર કાઉન્સિલોના નેતાઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવે. જેવી વિવિધ માંગણીઓ સાથે આજે સુરત જીલ્લા બાર એસોસીએશન દ્વારા સુરત જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.