Page Views: 6803

ડાયમંડ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનો 354 દર્દીઓએ લાભ લીધો

વિવિધ વિભાગના નિષ્ણાંત ડોક્ટરોએ અમુલ્ય સેવા આપી

 

સુરત-16-9-2018

શહેરના નાના વરાછા ચીકુવાડી સામે આવેલી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ ખાતે આજ  રોજ સવારે ૯:00 થી ૧:00 કલાકે સુધી નિશુલ્ક (મફત) “સર્વ રોગ નિદાન કેમ્પ” નુ આયોજન કરવામા આવ્યુ હતું.  આ મફત સર્વ રોગ નિદાન કેમ્પમાં 354 વ્યક્તિઓએ લાભ લીધો હતો અને પોતાના આરોગ્ય વિશેની મફત ચકાસણી કરાવી હતી. જેમાં મુખ્યત્વે, બ્લડ સ્યુગર, ફેફરા, કેલ્શીયમ, કાર્ડીયોગ્રામ, કલ્પોસ્કોપી, થાઇ રોઇડ સહિતના રોગની તપાસ માટે રિપોર્ટ પણ મફત કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, દમ, અસ્થમા, ટીબી, હાકડાના રોગ, ચામડીના રોગ, સર્જરી, દાંતના, આંખના ડોક્ટર, જનરલ ફિઝીશ્યન વિગેરે નિષ્ણાંતો દ્વારા અમુલ્ય સેવા આપવામાં આવી હતી.  ડાયમંડ હોસ્પિટલના અગ્રણી સી પી વાનાણીના જણાવ્યા પ્રમાણે શહેરના તમામ વર્ગના દર્દીઓ માટે માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ ખાતે તમામ રોગોની અદ્યતન સારવાર ઉપલબ્ધ છે અને તેનો લાભ જરૂરીયાતમંદ દર્દીઓ લઇ શકે છે. હોસ્પિટલ ખાતે અદ્યતન સોનોગ્રાફી મશીન સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.