Page Views: 25726

રાજ્યસભાના ઉપસભાપતિ પદે હરિવંશ સિંહ ની વરણી

કુલ ૨૨૨ સાંસદો માંથી ૧૨૫ સાંસદોએ હરિવંશ સિંહને મત આપી વિજયી બનાવ્યા

નવી દિલ્હી-09-08-2018

પક્ષ અને વિપક્ષ માટે શકિત પરીક્ષણ માનવામાં આવી રહેલા રાજ્યસભાના ઉપસભાપતિની ચુંટણી એનકેએએ જીતી લીધી છે. આ રસપ્રદ ચુંટણીમાં એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ વિજયી બન્યા છે. બીજીવાર થયેલી મતદાન  પ્રક્રિયામાં હરિવંશને ૧૨૫ મત મળ્યા હતા. જ્યારે યુપીએના ઉમેદવાર બી.કે. હરિપ્રસાદને ૧૦૫ મત મળ્યા હતા. મતદાનમાં કુલ ૨૨૨ સાંસદોએ ભાગ લીધો હતો. બે સભ્યો મતદાન પ્રક્રિયામાં ગેરહાજર રહ્યા હતા.

રાજ્યસભામાં ઉપસભાપતિ ચુંટણી માટે બેવાર મતદાન થયું હતું. પ્રથમવારમાં હરિવંશજીને ૧૧૫ તો બીજીવારમાં ૧૨૨ મત મળ્યા હતા. પ્રથમવાર કેટલાક મત યોગ્ય રીતે ન થવાના કારણે બીજીવાર મતદાન કરાયું હતું.ઓડિશાની બીજેડી, તામિલનાડુની એઆઇએડીએમકે અને તેલંગાણાથી ટીઆરએસે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અપીલ પર એનડીએ ઉમેદવાર હરિવંશ સિંહનો સાથ આપ્યો છે. એવામાં વિપક્ષની આશા પર પાણી ફરી વળ્યું છે.