Page Views: 24176

અકસ્માત બાદ મદદના બહાને અજાણ્યાએ યુવકને ડુમ્મસ લઇ જઈ લુટ્યો

ડુમ્મસ રોડ ટી.જી.બી હોટેલની આગળ લઇ જઈને અજાણ્યાએ યુવકને પાસેથી ઈન, રોકડ અને મોપેડ મળીને રૂપિયા ૫૧ હજારની મત્તાની લુટ ચલાવી

સુરત-09-08-2018

અકસ્માત થયા બાદ મદદ કરવાનો ડોળ કરીને મોપેડ પર મૂકી જવાની જગ્યા એ ડુમ્મસ રોડ ટી.જી.બી હોટેલ ની આગળ લઇ જઈને અજાણ્યાએ યુવકને લુટી લીધો હતો. જેમાં અજાણ્યાએ ઝપાઝપી કરીને ચેઈન, રોકડ અને મોપેડ મળીને રૂપિયા ૫૧ હજારની મત્તાની લુટ ચલાવી હતી.

મળતી માહિતી અનુસાર, અડાજણ મંગલદીપ એપાર્ટમેન્ટ ખાતે રહેતા રાજેશ સુભાષભાઈ પટેલ જમીન લે-વેચ  નો ધંધો કરે છે. ગત તારીખ ૦૭મી ઓગસ્ટ ના રોજ ચોક બજાર ગાંધીબાગ સર્કલ પાસેથી પસાર થતા રાજેશભાઈની એકટીવા મોપેટ સ્લીપ થઇ હતી. જે બાદ તેને ઈજા થઇ હોવાથી એક અજાણ્યા યુવકે મદદ કરવાના માટે રાજેશભાઈ ની મોપેડ પર લઇ જઈને જતો હતો. જે અજાણ્યા યુવકે ડુમ્મસ રોડ ટી.જી.બી હોટલની બાજુમા દ્ત મંદિરની બાજુની ગલીમા રોડ મોપેડ પાર્ક કરીને અજાણ્યા યુવકે રાજેશભાઈ સાથે ઝપાઝપી શરુ કરી હતી. રાજેશભાઈને નીચે પાડી તેની મોપેડ તથા સોનાની આશરે એક તોલાની ત્રણ પેદલ વાળી ચેઈન અને રોકડ રકમ મળીને કુલ્લે રૂપિયા ૫૧ હાજર ની લુટ કરી નાસી ગયા હતા. જે અંગે ડુમ્મસ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.