Page Views: 41445

ગાંધીબાગ ખાતે સિટી બસ પર ઝાડ પડ્યું

ડ્રાયવર સિટીમાં જવા રવાના થઇ રહ્યો હતો ત્યારે જ દુર્ઘટના બની- મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી

સુરત-14-7-2018

શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો પણ બની રહ્યા છે. આજે સવારે સાત વાગ્યાના સુમારે શહેરના ચોક બજાર ગાંધીબાગ નજીકથી પસાર થઇ રહેલી એક સિટી બસ પર તોતિંગ ઝાડ પડ્યું હતું જેના કારણે બસનો ખુરદો બોલી ગયો હતો. જો કે, મુસાફરો ન હોવાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરના ગાંધીબાગ ડેપો પરથી વસીમભાઇ નામનો ડ્રાઇવર પોતાની સિટી બસના ફેરા માટે સવારે સાત વાગ્યાના સુમારે સ્ટેશન તરફ જવા રવાના થયો હતો. જ્યારે તે ગાંધીબાગ ડેપોમાંથી બસ બહાર લઇને નીકળ્યો ત્યારે અચાનક ગાંધીબાગનું એક તોતિંગ ઝાડ તેમની સિટી પર પર ધડાકા ભેર પડ્યું હતું. આ સમયે બસમાં કોઇ મુસાફરો ન હોવાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી હતી. ઝાડનો તોતિંગ ભાગ બસના છાપરાના ભાગ પર પડતા મોટી નુકસાની થઇ હતી.

બનાવ બન્યા બાદ ફાયર બ્રીગેડ અને ગાર્ડન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઝાડની ડાળીઓ કાપીને બહાર કાઢવાની કવાયત તેમણે શરૂ કરી હતી.