Page Views: 42703

હું કંઇ ક કહીશ તો મારે નોકરી ખોવાનો વખત આવશે- મોહન ભાગવત

મોહન ભાગવતના નિવેદનથી ભાજપ-સંઘ વચ્ચે વધતા અંતરનો અણસાર

રાજકોટ-12-7-2018

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે અને ગત રોજ સાંજે રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમણે પત્રકારો સાથે ઓપચારિક વાતચિત કરતા જણાવ્યું હતું કે, હું હાલના દેશના સંજોગો વિશે કંઇ ક કહીશ તો મારે મારી નોકરી ખોવાનો વખત આવશે અને હું એ ઇચ્છતો નથી. તેમણે માર્મીક ટકોર કરીને જ વાત અધ્યાહાર રાખી હતી. મોહન ભાગવતના આ નિવેદનને રાજકીય નિષ્ણાતો અનેક રીતે મહત્વની ગણાવી રહ્યા છે ખાસ કરીને આરએસએસ અને ભાજપ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા અંતરને કારણે જે વૈચારીક વૈમનસ્ય ઉભું થયું છે તે માનવાને મોટું કારણ મળી રહે છે. ગઇ સાંજે રાજકોટથી મોહન ભાગવત બાય રોડ જુનાગઢ થઇને સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં ગુરૂવારે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરવા સાથે માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે મંત્રણા કરી હતી. જો કે, રાજકીય સન્યાસ લઇ ચુકેલા બાપા પોતાના વિચારો વ્યક્ત કરવા સિવાય કશુ જ બોલી શકવાની સ્થિતિમાં હાલમાં નથી. સંઘના વડાને આગામી દિવસોમાં મનાવી લેવા માટે ભાજપની નેતાગીરી દ્વારા હવે પ્રયાસો શરૂ કરવામાં આવશે એવુ પણ માનવામાં આવી રહ્યુ છે.